Site icon

Churchgate station Fire : ચર્ચગેટ રેલ્વે સ્ટેશન પરની દુકાનમાં ભીષણ આગ! મુસાફરોમાં ભયનો માહોલ; જુઓ વિડીયો

Churchgate station Fire : ચર્ચગેટ સ્ટેશન પરની કેન્ટીનમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલ છે. આગના કારણે ચર્ચગેટ રેલ્વે સ્ટેશન પર ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા છે. આ ઘટનાથી સ્ટેશન પર ભયનો માહોલ સર્જાયો છે.

Churchgate station Fire Minor Fire broke out at Churchgate station due to short circuit no casualty reported

Churchgate station Fire Minor Fire broke out at Churchgate station due to short circuit no casualty reported

 News Continuous Bureau | Mumbai

Churchgate station Fire : મુંબઈના ચર્ચગેટ રેલ્વે સ્ટેશન પર એક દુકાનમાં આગ લાગી છે. આ ઘટનાને કારણે સમગ્ર સ્ટેશનમાં મોટા પ્રમાણમાં ધુમાડો ફેલાઈ ગયો છે. ઘટનાસ્થળ પરથી મળેલી માહિતી અનુસાર, આગ સ્ટેશન પરની એક કેક શોપમાં લાગી હોવાનું બહાર આવી રહ્યું છે.  રેલ્વે સુરક્ષા વ્યવસ્થા અને રેલ્વે પોલીસે સાવચેતીના પગલાં લેતા મુસાફરોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડ્યા.

Join Our WhatsApp Community

Churchgate station Fire : જુઓ વિડીયો 

Churchgate station Fire :  દુકાનમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો

આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડ આગ ઓલવવા માટે ભારે પ્રયાસો કરી રહી છે. આ આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.  રાહતની વાત છે કે આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, દુકાનમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો છે. નુકસાનનો અંદાજ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Eknath Shinde: દિલ્હીમાં હાઈ-લેવલ મુલાકાત: PM મોદી ને મળ્યા બાદ એકનાથ શિંદેનું મોટું નિવેદન
Mumbai police bravery: પોલીસ જવાનની બહાદુરી: ચાકુ હુમલામાં ઘેરાયેલી યુવતીનો બચાવ, તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ
Osama bin Laden: CIA એ કર્યો મોટો પર્દાફાશ: ઓસામાથી લઈને પાક.ના પરમાણુ શસ્ત્રો સુધી… પૂર્વ અધિકારીએ કર્યા ચોંકાવનારા ખુલાસા
Devendra Fadnavis: ફડણવીસના ‘એક નિવેદન’થી ખળભળાટ: મહારાષ્ટ્રના રાજકારણમાં શિંદે અને અજિત જૂથ હવે કયો રસ્તો અપનાવશે?
Exit mobile version