Site icon

સિડકોની બમ્પર લૉટરી; નવી મુંબઈ અને પનવેલમાં અપાશે આટલાં બધાં મકાનો, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

શુક્રવાર

સિડકો ટૂંક સમયમાં નવી મુંબઈ, પનવેલમાં 89,000 ઘરોની બમ્પર લૉટરી કાઢવા જઈ રહ્યું છે. સિડકોના એમડી સંજય મુખર્જીએ જાહેરાત કરી છે કે નવી મુંબઈ, પનવેલ અને ઉરણ વિસ્તારમાં મકાનો બનાવવામાં આવશે. દરમિયાન, શહેરી વિકાસપ્રધાન એકનાથ શિંદેએ આજે 100 લાભાર્થીઓને ઘરની ચાવી પણ આપી હતી. નજીકના ભવિષ્યમાં આ બમ્પર લૉટરી આપવા માટે સિડકો ૧ લાખ ૪ હજાર મકાન બાંધશે.

સિડકો તરફથી 15,000 મકાનોની લૉટરી કઢાઈ હતી. જોકેછેલ્લાં બે વર્ષથી આ પ્રોજેક્ટ અટક્યો હતો અને લાભાર્થીઓને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એક તરફ મકાનના હપ્તાની મૂંઝવણ, બીજી તરફ મકાન મેળવવામાં મોડું થયું હતું. તેથી સિડકોના મકાનના લાભાર્થીઓ અટવાયા હતા, રાજ્ય સરકારે દખલ કરી અને કોરોના સમયગાળા દરમિયાન લોકોને મકાનોનો કબજો આપવા માટે સિડકોને આદેશ કર્યા બાદ આ ફાળવણી આજથી શરૂ થઈ હતી.

ઉલ્લેખનીય છે કે સમયસર ચુકવણી ન કરવાને કારણે 7,000 થી વધુ લોકોને હજારો રૂપિયાની લેટ ફી ચૂકવવી પડી હતી. જોકેકોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વધારાનો ચાર્જ માફ કરી દીધો હતો. સિડકોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળનાં મકાનો માટે રાજ્ય સરકાર પાસેથી ઘરદીઠ 1 લાખ રૂપિયા અને કેન્દ્ર સરકાર પાસેથી 2.5 લાખ રૂપિયા મળશે.

હવે પોલીસની હાજરી વગર સોસાયટીમાં વેક્સિનેશન નહીં થઈ શકે, જાણો મુંબઈ મહાનગરપાલિકાની નવી ગાઇડલાઇન; જાણો વિગત

સિડકોએ કોરોના સમયગાળા દરમિયાન ઘરની ચાવી આપી એથી લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો, તેમ છતાં ઘરના લાભાર્થીઓએ વસૂલવામાં આવતા વધારાના ચાર્જ માફ કરવાની માગ કરી છે. સિડકો દ્વારા મકાનો મોડાં સોંપાયાં હોવાથી લાભાર્થીઓને 55,000 રૂપિયાનો ફટકો પડ્યો છે. લાભાર્થીઓએ આક્ષેપ કર્યો છે કેસિડકોની બેદરકારીને લીધે વધારાના ચાર્જીસ ચૂકવવા પડે છે. એથી સરકારને વધારાના ચાર્જ માફ કરવાની માંગ કરી છે.

Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Mumbai airport news: મુંબઈ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે બે વિદેશીઓની ધરપકડ
Mumbai drug bust: વસઈમાં 8 કરોડની કિંમતના હેરોઈન સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ
Adani Electricity:અદાણી ઇલેક્ટ્રિસિટી નવરાત્રી અને દુર્ગા પૂજા પંડાલ માટે સરળતાથી કનેક્શન અને રાહતદરે વીજળી આપશે
Exit mobile version