Site icon

સારા સમાચાર!! સિડકોના 5,730 ઘર માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ; જાણો કેવી રીતે કરી શકશો નોંધણી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,26 જાન્યુઆરી 2022  

Join Our WhatsApp Community

બુધવાર.

પરવડી શકે એવા ઘર ખરીદવાનું સપનું જોતા નાગરિકોને નવી મુંબઈમાં તેમના સપનાનું ઘર મળવાનું છે. સિડકોએ નવી મુંબઈમાં 5 હજાર 730 મકાનો માટે લોટરી પ્રક્રિયા શરૂ કરી છે. પ્રજાસત્તાક દિવસના શુભ મુહર્તને ધ્યાનમાં રાખીને આજથી લોટરી માટે નોંધણી અને અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજ્યના શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદેએ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ આ માહિતી આપી હતી. આ ઘર નવી મુંબઈમાં કલંબોલી, તલોજા અને દ્રોણાગિરી ખાતે હશે.

સિડકો પાસે નવી મુંબઈમાં પાંચ હજાર ઘરોની 'મહાગૃહ નિર્માણ' યોજના છે. આ ઘરકુલ યોજના હેઠળ ઘણસોલી, ખારઘર, કલંબોલી, તલોજા અને દ્રોણાગીરી ખાતે લો ઈન્ક ગ્રુપ અને ઈકોનોમિકલી વીક સેકશન વર્ગના નાગરિકો માટે ઘર ઉપલબ્ધ થશે. ઘરની  લોટરી માટેની નોંધણી પ્રક્રિયા 26 જાન્યુઆરી, 2022ના રોજ સવારે 11 વાગ્યે શરૂ થઈ છે.

રજીસ્ટ્રેશન 24 ફેબ્રુઆરી, 2022 ના રોજ રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. સિડકોની વેબસાઇટ https://lottery.cidcoindia.com/App/ પર નોંધણી કરાવી શકાય છે. મકાનો માટેની ઓનલાઈન અરજી ગુરુવાર, 27 જાન્યુઆરી, 2022 ના રોજ બપોરે 12 વાગ્યાથી ઉપલબ્ધ થશે. 25 ફેબ્રુઆરીના રોજ રાત્રે 11.59 વાગ્યા સુધી આવાસ માટેની અરજીઓ સ્વીકારવામાં આવશે.

અંધેરીના આ વિસ્તારમાં ગેસ લીકેજની દુર્ઘટનાઃ આટલા લોકો થયા જખમી; જાણો વિગત

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના 5730 મકાનોમાંથી 1524 ઘર આર્થિક રીતે નબળા વર્ગ માટે અને 4206 સામાન્ય વર્ગ માટે ઉપલબ્ધ છે. ઘર ખરીદવાની લાંબા સમયથી રાહ જોઈ રહેલા લોકો તરફથી જોરદાર પ્રતિસાદ મળવાની શક્યતા છે.

જુલાઈમાં મુંબઈના ગોરેગાંવ પરાંમાં 4000 મકાનો માટે લોટરી કાઢવામાં આવશે. મ્હાડાના મુંબઈ બોર્ડે આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. MHADA મુંબઈના ઉપનગરોમાં પોસાય તેવા ઘરો બાંધી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈ બોર્ડ દ્વારા કાઢવામાં આવનાર લોટરીમાં ઓછી આવક ધરાવતા વર્ગના લોકો માટે આશરે 2,000 મકાનો બાંધવામાં આવશે. ગોરેગામના પહાડી એરિયામાં વન BHK ઘરો 22 લાખ રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ થશે.

ગોરેગાંવ ખાતે બાંધવામાં આવનાર 1947 મકાનો ઓછી આવક ધરાવતા વર્ગ માટે હશે. સામાન્ય માણસને કેન્દ્રમાં રાખીને આ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવી રહ્યો છે. બાકીના લોટરી ઘરો ઉન્નત નગરમાં હશે. ગોરેગાંવ પશ્ચિમના બાંગુર નગર વિસ્તારમાં પહાડી ગોરેગાંવમાં 23  માળાની સાત ઈમારતો બનશે. તેમાં ઓછી આવક ધરાવતા જૂથ માટે 1,239 મકાનો હશે. ઘરનું ક્ષેત્રફળ લગભગ 322.60 ચોરસ ફૂટ હશે. આ ઘરની કિંમત 22 લાખ રૂપિયા થશે. મધ્યમ આવક જૂથ માટે 227 મકાનો છે. વિસ્તાર 794.31 ચોરસ ફૂટ હશે. તેની કિંમત 56 લાખ રૂપિયા છે. ઉચ્ચ આવક જૂથ માટે 105 મકાનો. તેનું ક્ષેત્રફળ 178.56 ચોરસ ફૂટ હશે. તેની કિંમત 69 લાખ રૂપિયા થશે.

Lokhandwala Minerva: મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો, આટલા માળ સાથે લોખંડવાલા મિનર્વા બન્યો ભારતનો સૌથી ઊંચો રહેણાંક ટાવર
Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Exit mobile version