ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઓગસ્ટ, 2021
સોમવાર
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના હસ્તે ઘાટકોપર અને માનખુર્દ ને જોડતા પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન અનેક પ્રકારના વિવાદો પોતાની સાથે લઈને આવ્યું છે. વાત એમ છે કે શિવસેનાના સાંસદ સભ્ય એ આ પુલનું નામ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી રાખવાનું સૂચવ્યું છે જ્યારે કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનોજ કોટકે તેનું નામ છત્રપતિ શિવાજી મહારાજ એવું સૂચવ્યું છે. હવે મુંબઈ મહાનગર પાલિકામાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચે ખડા જંગી થઈ છે. કાયમ ભગવાધારી હોવાનો દાવો કરતી શિવસેના લીલા વસ્ત્રે લપેટાઈ ગઈ છે.
મુંબઈ પોલીસનું સાફ સફાઈ અભિયાન ચાલુ, આ વિસ્તારમાંથી 58 ગુંડા તડીપાર કરાયા
હવે જોવાનું એ રહે છે કે આવનાર દિવસોમાં મુખ્યમંત્રી આ ગુમનામ ફ્લાયઓવરને શું નામ આપે છે.
