Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈગરાને મળ્યું નવું પર્યટન સ્થળઃ ગિરગાંવ ચોપાટીની વ્યુવિંગ ગેલેરીમાંથી જોવા મળશે દક્ષિણ મુંબઈનો ભવ્ય નજારો જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

મુંબઈગરા(Mumbaikar)ને જ નહીં પણ મુંબઈ ફરવા આવનારા પર્યટકો(Tourist)ને પણ હવે એક નવું પર્યટન સ્થળ(Tourist place) ઉપલબ્ધ થઈ ગયું છે, જયાંથી અરબી સમુદ્ર(arabian sea)ના ઉછળતા મોજાની થપાટ વચ્ચે મરીન લાઈન્સ(Marine lines)નો ક્વીન નેકલેસ(Queen necklace) અને દક્ષિણ મુંબઈ(south bombay)નો અદભુત નજારો માણવા મળવાનો છે.

મુંબઈ(Mumbai)માં ગિરગાંવ ચોપાટી(Girgoan chowpatty) પર મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray)ના હસ્તે રવિવારે વ્યુવિંગ ગૅલેરી(Viewing gallery)નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લગભગ એક સદી બાદ મુંબઈ(Mumbai)ને આવું અદભૂત પર્યટન સ્થળ મળ્યું છે. મુંબઈ મહાનગરપાલિકા(BMC)એ ગિરગાંવ ચોપાટી (Girgoan chowpatty) પર ઉત્તરના છેડા પર અને નેતાજી સુભાષ માર્ગ પાસે વરસાદી પાણીનો દરિયામાં નિકાલ કરનારી સ્ટોર્મ વોટર ડ્રેનેજની પાઈપલાઈન ના આઉટફોલ પર ૪૮૩ ચોરસ મીટર આકારની વ્યુવીંગ ગૅલેરી બાંધી છે. ગૅલેરીનું કામ ૩ સપ્ટેમ્બર ૨૦૨૧થી ચાલુ કરીને માત્ર આઠ મહિનાના વિક્રમી સમયમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : તમારો મોબાઈલ બેસ્ટની બસમાં ખોવાઈ ગયો છે? તો અહીં તપાસ કરજો.. જાણો વિગતે

દરિયામાં આવતી ભરતી-ઓટ અને મોજાની ઊંચાઈ અને દબાણ જેવી બાબતનો વિચાર કરીને આ ગૅલેરી બાંધવામાં આવી છે. આ વ્યુવિંગ ડેક પરથી એક જ વખતમાં ૫૦૦ પર્યટકો ઊભા રહીને દક્ષિણ મુંબઈનું  સૌંદર્ય માણી શકશે.

Coastal Road Reclamation Notice કોસ્ટલ રોડ લેન્ડ રિક્લેમેશનમાં ગંભીર ગેરરીતિ; BMC એ કોન્ટ્રાક્ટર કંપનીઓ L&T અને HCC સામે લીધા કડક પગલાં
Sion Hospital Doctor Suicide જીવલેણ વર્કકલ્ચર! સાયન હોસ્પિટલના સર્જરી રેસિડેન્ટ ડૉ. ની આત્મહત્યા; હોસ્ટેલના બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ
Charkop Child Labour Rescue ચારકોપમાં ઈમિટેશન જ્વેલરી ફેક્ટરીમાંથી ૧૩ બાળમજૂરોને મુક્ત કરાવતી પોલીસ, સંચાલકો સામે ગુનો દાખલ
Ghatkopar Flesh Trade Racket મુંબઈમાં ઓનલાઈન સેક્સ રેકેટનો પર્દાફાશ, ઘાટકોપર પોલીસે બે મહિલાને મુક્ત કરાવી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી
Exit mobile version