મુંબઈ પાણીમાં ડૂબ્યા બાદ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે જાગ્યા; તમામ યંત્રણાને સર્તક રહેવાનો આપ્યો આદેશ
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 જૂન 2021
બુધવાર
હવામાન ખાતાની આગાહી મુજબ મુંબઈ, થાણે સહિત મહારાષ્ટ્રની કિનારાપટ્ટા પર મંગળવાર મધરાતથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. તેમ જ આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે. ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ, થાણે, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, પાલઘરના કલેક્ટરો પાસેથી પરિસ્થિતિનો અહેવાલ લીધો હતો અને તમામ યંત્રણાને સતર્ક રહેવાનો આદેશ આપ્યો હતો. મુંબઈ સહિત કિનારપટ્ટામાં અતિવૃષ્ટિને પગલે નાગરિકોને હાલાકી થાય નહીં એ માટે તાત્કાલિક પગલાં લેવાની અને આવશ્યક હોય ત્યાં રાહતકાર્ય ચાલુ કરવાની સૂચના આપી હતી. આ દરમિયાન મુંબઈમાં થયેલી અતિવૃષ્ટિનો અહેવાલ તેમણે લીધો હતો.
મુંબઈનાં મેયરનો યુ ટર્ન; કહ્યું : અમે કદી મુંબઈમાં પાણી નહીં ભરાય એવો દાવો કર્યો જ નથી
પાલિકાના અધિકારીઓને મુંબઈના તમામ પંપિંગ સ્ટેશન કોઈ પણ પ્રકારની અડચણ વગર ચાલુ રહે અને શહેરમાં ભરાયેલા પાણીનો તાત્કાલિક નિકાલ થાય એ માટે યુદ્ધના ધોરણે કામ કરવાનું કહ્યું હતું. કોઈ જગ્યાએ પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામ થાય નહી એ માટે ટ્રાફિક પોલીસને પણ તેમણે સૂચના આપી હતી.