Site icon News Continuous Bureau | Mumbai

હાશ! મુંબઈગરાઓ ને મળશે પ્રદુષણથી રાહત.. બેસ્ટની 26 એસી ઇલેક્ટ્રિક બસોનું મુ.મંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા લોકાર્પણ … 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
04 ડિસેમ્બર 2020 

ચાલો મુંબઈગરાઓ ને પ્રદુષણથી થોડી રાહત જરૂર મળવા જઈ રહી છે. મુંબઇ શહેરમાં વધી રહેલા પ્રદૂષણને રોકવા માટે ટાટા મોટર્સ દ્વારા ઉત્પાદિત, 26 પર્યાવરણને અનુકૂળ એસી ઇલેક્ટ્રિક બસો મુંબઈના રસ્તાઓ પર દોડતી જોવા 
મળશે. 

Join Our WhatsApp Channel

કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રાલય (ઝડપી, હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન) ની પહેલ હેઠળ ઇલેક્ટ્રિક બસ યોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ યોજના હેઠળ, એફઇએમ દ્વારા 340 બસોને મંજૂરી આપવામાં આવી છે. તેમાંથી 26 બસ આજે બેસ્ટના કાફલામાં પ્રવેશી છે. 

આ અવસરે મહારાષ્ટ્ર ના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ કહ્યું કે, ખુશીની વાત છે કે આજથી આ ઇલેક્ટ્રિક બસોએ મુંબઇકરોની સેવામાં શરૂ થઈ છે. ટકાઉ અને આબોહવા પરિવર્તન માટે આવી ઇલેક્ટ્રિક બસો જેવી વધુ બસો અને વાહનોની જરૂર છે અને આ દિશામાં કામ થઈ જ રહ્યું છે. 

બસો સુરક્ષા માટે અત્યાધુનિક સીસીટીવી કેમેરાથી લગાવવામાં આવ્યાં છે. તેમજ, બસોમાં ઇલેક્ટ્રિક લિફ્ટની સુવિધા આપવામાં આવી છે જેથી  દિવ્યાંગ મુસાફરોને જવા-આવવામાં મુશ્કેલી ન પડે. એકલા પ્રવાસ કરતાં મુસાફરો માટે આ સુવિધા ખૂબ જ અનુકૂળ રહેશે.

Mumbai Rain ‘ઓક્ટોબર હીટ’ અને પ્રદૂષણ વચ્ચે માવઠું મુંબઈ અને પશ્ચિમપૂર્વીય ઉપનગરોમાં ઝરમર વરસાદ વાતાવરણમાં પ્રસરી ઠંડક…
Mumbai Coastal Road Minor BMW Crash વર્લી પોલીસની મોટી કાર્યવાહી ૧૭ વર્ષીય સગીરને લક્ઝરી કાર આપવા બદલ ગિરગાંવના વેપારી પિતા સામે BNS અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ કેસ
Pydhonie Police Raid In Masjid Bunder મસ્જિદ બંદરની હોટલ પર પાયધૂની પોલીસનો મોટો સપાટો ₹૭૨.૨૧ લાખની વિદેશી સિગારેટ અને ઈસિગારેટનો જથ્થો જપ્ત, ૧૯ શખ્સો સામે ગુનો
BMC AI Camera Waste Surveillance રસ્તા પર કચરો ફેંકતા પહેલાં સાવધાન! મુંબઈ મહાનગરપાલિકાના AI કેમેરા રાખશે સીધી નજર, BMC એ બતાવી હાઈટેક ઝલક
Exit mobile version