વધતા જતા ઇંધણના ભાવ અને મોંઘવારીથી પરેશાન મુંબઇકરોને હવે વધુ એક ઝટકો લાગ્યો છે.
મહાનગર ગેસ લિમિટેડે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 2.58 રૂપિયા અને ઘરેલું ગેસના ભાવમાં પ્રતિ યુનિટ 55 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
આ ભાવ વધારા બાદ સીએનજીના એક કિલોની કિંમત હવે 51.98 રૂપિયા થશે. પાઇપ ગેસની કિંમત સ્લેબ 1 માટે યુનિટ દીઠ 30.40 રૂપિયા અને સ્લેબ 2 માટે યુનિટ દીઠ 36 રૂપિયા હશે.
મહાનગર ગેસે જણાવ્યું હતું કે પરિવહન અને અન્ય ખર્ચમાં વધારો થવાને કારણે આ વધારો કરવામાં આવ્યો છે.
અગાઉ સીએનજીની કિંમત શહેરમાં પ્રતિ કિલો 49.40 રૂપિયા હતી.
