Site icon

આમ જનતાને હાશકારો.. મહાનગર ગેસ લિમિટેડે CNGની કિંમતમાં કર્યો ઘટાડો.. જાણો નવા ભાવ

CNG, PNG price cut: MGL reduces gas prices

મોંઘવારી વચ્ચે જનતાને મોટી રાહત.. CNG-PNG ગેસના ભાવમાં થયો મોટો ઘટાડો, આજથી નવો ભાવ લાગુ

News Continuous Bureau | Mumbai

મહાનગર ગેસ લિમિટેડ (MGL) એ મહારાષ્ટ્રના લોકોને મોટી રાહત આપતા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ભાવમાં ઘટાડો કર્યો છે. મહાનગર ગેસ લિમિટેડ (MGL) દ્વારા CNGના ભાવમાં થયેલા ઘટાડાથી મુંબઈ અને તેની આસપાસ રહેતા લાખો લોકોને રાહત મળી છે. મુંબઈમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલો અઢી રૃપિયાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો 31 જાન્યુઆરીની મધરાતથી અમલમાં આવી ગયો છે.

Join Our WhatsApp Community

મહાનગર ગેસ લિમિટેડ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર તમામ ટેક્સને ઉમેરીને સીએનજીના ભાવમાં કરેલા સુધારા મુજબ સીએનજીનો ભાવ પ્રતિકિલો 87 રૂપિયા થઈ ગયો છે. પહેલા આ કિંમત 89.5 રૂપિયા પ્રતિ કિલો હતી. આમ મુંબઈમાં CNGના ભાવ હવે પેટ્રોલના ભાવ કરતાં 44 ટકા ઓછા છે.

આ સમાચાર પણ વાંચો : ઝારખંડના ધનબાદમાં એપોર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી, ત્રણ બાળકો સહિત 14 લોકોના નિપજ્યા મોત

ગત વર્ષમાં સીએનજીના ભાવમાં સાત વખત વધારો થયો હતો. આઠ ફેબ્રુઆરી 2022થી ચાર નવેમ્બર 2022 સુધીમાં મુંબઈમાં સીએનજીના ભાવ 49.20 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 89.50 રૂપિયા પ્રતિકિલો થઇ ગયો હતો.

BMC: મંત્રાલય નજીક પાણીની પાઇપલાઇનમાં મોટું લીકેજ, રસ્તાઓ બંધ, બસ સેવાઓ પ્રભાવિત
Bombay High Court: બોમ્બે હાઈકોર્ટને બોમ્બની ધમકીવાળો ઈમેલ મળતા કોર્ટ ખાલી કરાવાઈ.
Elphinstone Flyover: એલ્ફિન્સ્ટન ફ્લાયઓવર આજે રાત્રે ૧૨ વાગ્યાથી બંધ, જાણો કયા સમયે કયા રસ્તાનો ઉપયોગ કરશો
Girgaum: ગિરગામ માં ફિલ્મી સ્ટાઈલમાં અપહરણ અને લૂંટ, અંગડિયા ના કર્મચારીઓને બાંધીને કરી આટલા કરોડ ની ચોરી
Exit mobile version