ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ. 6 ડિસેમ્બર 2021
સોમવાર.
મુંબઈ મહાનગરપાલિકાનો અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા કોસ્ટલ રોડના ખર્ચમાં અધધધ કહેવાય એટલા ટકાનો વધારો થયો હોવાનો ચોંકાવનારી વિગત કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)ના રિપોર્ટમાં બહાર આવી છે.
CAG દ્વારા મુંબઈ મહાનગરપાલિકાને કોસ્ટલ રોડના કામમાં પ્રતિ કિલોમીટરે 2011માં 252 કરોડ રૂપિયાનો ખર્ચ 2018માં પ્રતિ કિલોમીટરે 1274 કરોડ રૂપિયા થઈ ગયો હોવા સામે આંગળી ચીંધવામાં આવી છે. ખર્ચમાં લગભગ 405 ટકાનો વધારો થયો છે.
એપ્રિલ 2016થી માર્ચ 2020 દરમિયાન વધારાના 200 કરોડ રૂપિયા ખર્ચવા સામે પણ CAG સવાલ કર્યો છે. કોસ્ટલ રોડનો ટોટલ ખર્ચ 2100 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે, જેમાં વધારાના 200 કરોડ રૂપિયા સામ CAG સવાલ ઉપસ્થિત કર્યો છે.
દક્ષિણ મુંબઈથી પશ્ચિમ પરામાં રહેલા ટ્રાફિકને ઘટાડવા માટે 2010માં 35 કિલોમીટર લાંબા નરીમન પોઈન્ટથી કાંદીવલી વચ્ચે કોસ્ટલ રોડની યોજના બનાવવામાં આવી હતી. જોકે પ્રોજેક્ટને અમલમાં આવતા જ આઠ વર્ષનો લાંબો ગાળો નીકળી ગયો હતો.
ઓક્ટોબર 2018માં પાલિકાએ પહેલા તબક્કામાં 9 કિલોમીટર લાંબા મરીન ડ્રાઈવથી વરલી વચ્ચેના કોસ્ટલ રોડમાં પ્રિન્સેસ સ્ટ્રીટ ફલાયઓવરથી કામ ચાલુ કર્યું હતું. ફ્લાયઓવરનું કામ ઓક્ટોબર 2018થી ચાલુ થયું હતું. પરંતુ પ્રોજેક્ટના અભ્યાસ અને ટેન્ડરિંગ જેવી પ્રક્રિયા માં વિલંબ થતા પ્રોજેક્ટનો ખર્ચ વધતો ગયો હતો.
CAGએ એપ્રિલ 2016થી માર્ચ 2020 દરમિયાન પાલિકા દ્વારા ખર્ચવામાં આવેલી રકમની સ્ક્રુટીનાઈસ્ડ કર્યું હતું જેમાં ખર્ચ વધી જતા તેની સામે સવાલ કર્યો હતો.
ઓટિઝમ પીડીત બાળકોના જીવન અને કરીયરને મળશે નવી દિશાઃ પનવલેમાં શનય સેન્ટરનું ઉદ્ઘાટન; જાણો વિગત
CAGએ દ્વારા પાલિકાએ કરેલા અનેક ખર્ચ સામે સવાલ ઉપસ્થિત કરવામાં આવ્યા છે, જેમાં 2011માં કોસ્ટર રોડમાં પ્રતિ કિલોમીટરે 252 કરોડ રૂપિયાના ખર્ચ સામે 2016માં આ ખર્ચ વધીને 304 કરોડ રૂપિયા બતાવવામાં આવ્યો છે. CAG દ્વારા પાલિકા પાસેથી આટલો ખર્ચ કેવી રીતે વધી ગયો તે માટે સ્પષ્ટતા માગી છે.
પાલિકાના અધિકારીઓના દાવા મુજબ તેઓએ વખતો વખત CAG દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલા સવાલના જવાબ આપ્યા છે.
