ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
02 ફ્રેબ્રુઆરી 2021
મુંબઈની લોકલ ટ્રેન ચાલુ થતાની સાથે જ રેલવે સ્ટેશન પર કામ ધંધો કરનાર લોકોને આખરે રોજગાર મળ્યો.
ખાસ કરીને લોકોના જૂતા ચમકાવવા નું કામ કરનાર બુટ પોલીશવાળાઓ ખુશ થયા હતા.
ઓફિસ જનાર અનેક લોકો પોતાના જૂતાને પાલીશ કરાવતા જોવા મળ્યા હતા. આખા મુંબઈ શહેરમાં દરેક રેલવે સ્ટેશન પર ઓછામાં ઓછા દસ બુટ પોલીશ વાળા જોવા મળે છે. આખા મુંબઈમાં આશરે અઢી હજારથી વધારે બુટ પોલીશવાળાઓ છે.
હવે તેઓના ચહેરા ઉપર મુસ્કાન જોવા મળી રહી છે. બીજી તરફ રેલવે સ્ટેશનના સ્ટોલ વાળાઓ પણ હાલ ખુશ થયા છે.
