Site icon

Mumbai Best Bus Accident : બોરીવલીમાં બેસ્ટ બસ અને ટુ વ્હીલર વચ્ચે અથડામણ, પાંચ વર્ષના બાળનું ઘટનાસ્થળે જ મોત; ડ્રાઈવર સામે થઇ કાર્યવાહી.

Mumbai Best Bus Accident : મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી અકસ્માતોમાં ભારે વધારો થયો છે. નાના-મોટા તેમજ ગંભીર અકસ્માતો દિનપ્રતિદિન બની રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મંગળવારે વહેલી સવારે બેસ્ટની બસ સાથે અથડાતા 5 વર્ષના બાળકનું મોત થયું હતું. મૃતક બાળક તેના દાદા સાથે બાઇક પર સવાર હતો.

Collision between BEST bus and two wheeler in Borivali, five-year-old child dies on the spot; Action was taken against the driver.

Collision between BEST bus and two wheeler in Borivali, five-year-old child dies on the spot; Action was taken against the driver.

News Continuous Bureau | Mumbai

Mumbai Best Bus Accident : બોરીવલી વિસ્તારમાં મંગળવારે  વહેલી સવારે એક ચોંકાવનારી ઘટના બની હતી.  એક ઝડપી બેસ્ટ બસે ( BEST Bus ) ટુ-વ્હીલરને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇક પર સવાર 5 વર્ષના બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તો બાઈક સવાર દાદા ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે બસ ચાલક સામે ગુનો નોંધ્યો હતો. 

Join Our WhatsApp Community

મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી અકસ્માતોમાં ( Road Accident ) ભારે વધારો થયો છે. નાના-મોટા તેમજ ગંભીર અકસ્માતો દિનપ્રતિદિન બની રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મંગળવારે વહેલી સવારે બેસ્ટની બસ સાથે અથડાતા 5 વર્ષના બાળકનું મોત થયું હતું. મૃતક બાળક તેના દાદા સાથે બાઇક પર સવાર હતો.

 Mumbai Best Bus Accident : બસ ચાલક સામે કેસ દાખલ..

જ્યારે ટુ-વ્હીલર બોરીવલી ( Borivali ) રોડ પર શિમ્પોલી રોડ ( Shimpoli ) ઇટોપિયા ટાવર પાસે પહોંચ્યું ત્યારે પાછળથી આવતી બેસ્ટની બસે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. બસે બાઇકને અડફેટે લેતા. માથામાં ઈજાના કારણે 5 વર્ષના બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ સમાચાર પણ વાંચો :  Surat: ભણતર અને ગણતરની સાથે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભાવિનું ચણતર કરતી કામરેજ તાલુકાની નવી પારડી ‘સ્માર્ટ’ પ્રાથમિક શાળા

અકસ્માતને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈને ટ્રાફિક સરળ બનાવ્યો હતો. આ અકસ્માતમાં બાળકના દાદા ઘાયલ થયા હતા અને તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ મામલે પોલીસે બેસ્ટ બસના ચાલક સાગર તુલસીદાસ કોલી (ઉંમર 37) સામે કેસ નોંધ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

Cocaine: મુંબઈ એરપોર્ટ પર અધધ આટલા કરોડનું કોકેઇન જપ્ત; મહિલાની ધરપકડ
Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Passenger Holding Area: રેલવે પ્રવાસીઓ માટે મોટા સમાચાર! ગીર્દી નિયંત્રિત કરવા બનશે ‘પેસેન્જર હોલ્ડિંગ એરિયા’; મુંબઈમાં કયા સ્ટેશનો પર હશે આ સુવિધા?
Mumbai hostage incident: ૭ કલાકનો હાઈ-વોલ્ટેજ ડ્રામા: મુંબઈના RA સ્ટુડિયોમાં ઓડિશનથી એન્કાઉન્ટર સુધીનો ખેલ, જુઓ બંધક કટોકટીની સંપૂર્ણ ટાઇમલાઇન.
Exit mobile version