Site icon

વિલે પાર્લે પોલીસની સરાહનીય કામગીરી; ડાકુઓને પકડી ૭.૭ કરોડ રૂપિયાની ચોરાયેલી સંપત્તિ પાછી મેળવી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૩ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

કોરોનાના ખતરા વચ્ચે પણ વિલે પાર્લે પોલીસે એક સરાહનીય કામ કરી બતાવ્યું છે. પોલીસે એક ડાકુઓની ગેંગને પકડી અને તેમની પાસેથી રૂપિયા ૭.૭ કરોડ રૂપિયાની મિલકત પાછી મેળવી લીધી છે.

એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે કેટલાક લોકો બાવા ઇન્ટરનેશનલ હોટલ, વિલે પાર્લે ઇસ્ટમાં દરોડો પાડી રૂપિયા ૧૨,૦૦,૦૦,૦૦૦ ની લુંટ ચલાવી હતી. પોલીસ પ્રમાણે આ ગેંગ આંગડિયા લુંટવામાં એક્સપર્ટ છે. તપાસ દરમિયાન પોલીસે આ ગેન્ગના ૧૫ સભ્યોને પકડી પડ્યા હતા. આ લોકોની ધરપકડ મુંબઈ, થાણે અને નવી મુંબઈના જુદા-જુદા વિસ્તારોમાંથી કરવામાં આવી હતી. ગુનામાં આરોપી દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા વાહનો તપાસ, આરોપીના ગુનાની રીત, આરોપી દ્વારા વપરાયેલ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ અને સીસીટીવી ફૂટેજ સહિત  રૂ. ૭,૭૦,૭૬,૦૦૦ ની સંપત્તિ કબજે કરી હતી.

કોરોનાના વધતા જતા કેસ વચ્ચે કોલ્હાપુરમાં બની અતિવિચિત્ર ઘટના; મફત શ્રીખંડ લેવા લોકોએ લાંબી લાઇન લગાવી; જાણો વિગત…

પોલીસે કલમ ૩૯૫, ૧૭૦, ૧૨૦ (બી), ૩૪ હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઉત્તમ કામગીરી કરનાર પોલીસની ટીમમાં અલકા માંડવેના માર્ગદર્શન હેઠળ, પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર રાજેન્દ્ર કાને, નીતિનકુમાર કાંબલે, કિશોર દોઈજદ, શિવશંકર ભોંસલે, પ્રવીણ ઘાડગે, સચિન પાટીલ, પ્રવીણ ચિપકર, બિપીન ગાયકવાડ, દત્તાત્રય માને, અનિલ તાંબે, યોગેશ મોર, મયુર ઘાડગે, યોગેન્દ્રસિંહ શિંદે, ગીતા ચોપડે હતા.

Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version