Site icon

અરે વાહ, હવે લોકલ ટ્રેન ક્યાં પહોંચી તેનું લોકેશન જાણી શકશે. રેલવે લાવી રહી છે આ યોજના.. જાણો વિગતે

News Continuous Bureau Mumbai 

મુંબઈગરા બહુ જલદી પોતાની લોકલ ટ્રેન ક્યાં પહોંચી તેનું લોકેશન જાણી શકશે. રેલવેની “યાત્રી એપ” ની મદદથી લોકલ ટ્રેનનું ચોક્કસ લોકેશન જાણી શકાશે.

Join Our WhatsApp Community

રેલવે દ્વારા “યાત્રી એપ”ના ફીચરને અમલમાં લાવવા પહેલા લાઈવ લોકેશનને ટ્રેકિંગ કરવાની ટ્રાયલ લેવામાં આવી હતી, જેને સફળતા મળી છે. આ ટ્રાયલ બેલાપૂર-ખારકોપર રૂટ પર કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : દિલ્હીની પાર્કિંગની સિસ્ટમ હવે મુંબઈમાં? આ વિસ્તારમાં 13 જગ્યાએ ઓડ ઈવન પદ્ધતી પાર્કિંગ પોલિસી અમલમાં મૂકાશે… જાણો વિગતે

રેલવે અધિકારીઓના કહેવા મુજબ તબક્કાવાર આ યોજનાને તેઓ અમલમાં લાવવા માગે છે. બેલાપૂર-ખારકોપરમાં અપ અને ડાઉન લોકલ ટ્રેનમા આ પરીક્ષણ સફળ રહ્યું હતું. હવે સેન્ટ્રલ, ટ્રાન્સ હાર્બપ અને ઉરણ લાઈનમાં તેનું પરીક્ષણ કરવામાં આવવાનું છે.

“યાત્રી એપ”ની મદદથી પ્રવાસીઓ પોતાની રોજની ચોક્કસ લોકલ ટ્રેન ક્યાં પહોંચી તેનું લોકેશન જાણી શકશે. એ સિવાય સ્ટેશનને લગતી અને અન્ય સુવિધાની માહિતી પણ તેના પર ઉપલબ્ધ થશે.

Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Mumbai airport news: મુંબઈ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે બે વિદેશીઓની ધરપકડ
Mumbai drug bust: વસઈમાં 8 કરોડની કિંમતના હેરોઈન સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ
Adani Electricity:અદાણી ઇલેક્ટ્રિસિટી નવરાત્રી અને દુર્ગા પૂજા પંડાલ માટે સરળતાથી કનેક્શન અને રાહતદરે વીજળી આપશે
Exit mobile version