ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,
શનિવાર,
પરિજનોને રેલવે સ્ટેશન પર છોડવા કે લેવા જતી વખતે પ્લેટફોર્મ ટિકિટ કઢાવવી જરૂરી છે.
પ્લેટપોર્મ ટિકિટ વગર કોઈ મળશે તો પચ્ચીસ ગણો દંડ ભરવો પડશે.
સીએસટી સ્ટેશને કોઇ વ્યક્તિ પ્લેટફોર્મ ટિકિટ વગર મળે તો તેની પાસેથી અંતિમ ચેકિંગ સ્ટેશન સુધીની ટિકિટની રકમ અને અઢીસો રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે.
પ્લેટફોર્મ ટિકિટનો દર 10 રૃપિયા છે. રોજ અંદાજે 1700 જેટલી પ્લેટફોર્મ ટિકિટો વેંચાય છે.
ઉલ્લેખનીય છે કે સીએસટી સ્ટેશને દોઢ મહિનાથી વિના ટિકિટ પ્રવાસ કરનારા અને પ્લેટફોર્મ ટિકિટ ન હોય તેવા અંદાજે ૫૦ પ્રવાસીઓ પાસેથી ૪૦,૨૨૦ રૃપિયા દંડ વસૂલાયો છે.
