Site icon News Continuous Bureau | Mumbai

Company Director WhatsApp Fraud Case મુંબઈમાં અત્યાર સુધીની સૌથી મોટી ડિજિટલ લૂંટ, કંપનીના ડાયરેક્ટરનો નકલી WhatsApp DP બનાવી અધિકારી સાથે ૧૦.૪૧ કરોડની છેતરપિંડી

Company Director WhatsApp Fraud Case સાયબર સેલે મહારાષ્ટ્ર, દિલ્હી અને બિહારમાં ઓપરેશન ચલાવી ૬ આરોપીઓને દબોચ્યા, ફ્રોડ થયેલા કરોડો રૂપિયા કરાયા ફ્રીઝ

Company Director WhatsApp Fraud Case  મુંબઈમાં અત્યાર સુધીની સૌથી મોટી ડિજિટલ લૂંટ, કંપનીના ડાયરેક્ટરનો નકલી WhatsApp DP બનાવી અધિકારી સાથે  ૧૦.૪૧ કરોડની છેતરપિંડી

Company Director WhatsApp Fraud Case મુંબઈમાં અત્યાર સુધીની સૌથી મોટી ડિજિટલ લૂંટ, કંપનીના ડાયરેક્ટરનો નકલી WhatsApp DP બનાવી અધિકારી સાથે ૧૦.૪૧ કરોડની છેતરપિંડી

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Company Director WhatsApp Fraud Case દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સાયબર ગુનેગારોએ અત્યાર સુધીની સૌથી મોટી ઓનલાઈન છેતરપિંડીને અંજામ આપ્યો છે. સાઉથ રીજન ડિવિઝનની સાયબર સેલે (Cyber Cell) વિવિધ રાજ્યોમાં મોટું ઓપરેશન ચલાવીને એક મોટી આંતરરાજ્ય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ કર્યો છે અને ૬ આરોપીઓની ધરપકડ કરી છે. આ શાતિર ટોળકીએ એક પ્રતિષ્ઠિત કંપનીના વરિષ્ઠ અધિકારીને તેના જ ડાયરેક્ટરનો ફોટો વોટ્સએપ પ્રોફાઈલ પિક્ચર (DP) તરીકે વાપરીને આશરે ૧૦.૪૧ કરોડની મોટી રકમ પડાવી લીધી હતી.

Company Director WhatsApp Fraud Case – “હું મીટિંગમાં વ્યસ્ત છું, તાત્કાલિક ફંડની જરૂર છે” કહીને અધિકારીને જાળમાં ફસાવ્યો

પોલીસ ફરિયાદ અનુસાર, ભોગ બનનાર ફરિયાદી એક મોટી પ્રાઇવેટ કંપનીમાં વરિષ્ઠ હોદ્દા પર કાર્યરત છે. થોડા દિવસો પહેલા તેમના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો, જેના ડીપી (DP) પર તેમની જ કંપનીના મુખ્ય ડાયરેક્ટરનો ફોટો લગાવાયેલો હતો. મેસેજ કરનારે સામેથી દાવો કર્યો હતો કે, “હું હાલ એક અત્યંત મહત્વની બિઝનેસ મીટિંગમાં વ્યસ્ત છું અને ફોન ઉપાડી શકું તેમ નથી, માટે ઓફિસના કામ અર્થે તાત્કાલિક ફંડની જરૂર છે.” ફરિયાદી અધિકારીએ નંબરની ખરાઈ કર્યા વિના જ ડાયરેક્ટરનો આદેશ સમજીને ટુકડે-ટુકડે કુલ ૧૦,૪૦,૭૧,૯૨૪ જુદા-જુદા બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધા હતા.

Company Director WhatsApp Fraud Case – અસલી ડાયરેક્ટર સાથે વાત થતાં ભાંડો ફૂટ્યો, સાયબર પોલીસે ૫.૬૩ કરોડ બચાવ્યા

ફંડ ટ્રાન્સફર કર્યા બાદ જ્યારે ફરિયાદી અધિકારીની અસલી ડાયરેક્ટર સાથે રૂબરૂ વાતચીત થઈ, ત્યારે આ કરોડો રૂપિયાના કૌભાંડનો (Cyber Scam) ખુલાસો થયો હતો અને કંપનીમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સાઉથ સાયબર સેલે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ (IT Act) હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. પોલીસે ત્વરિત કાનૂની કાર્યવાહી કરીને જે બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર થયા હતા તેમાંથી ₹૫.૬૩ કરોડથી વધુની રકમ સમયસર ફ્રીઝ એટલે કે લોક કરાવી દીધી હતી, જેના કારણે કંપનીની મોટી રકમ ડૂબતા બચી ગઈ હતી.

Company Director WhatsApp Fraud Case – છેતરપિંડીના પૈસાથી ખરીદાતું હતું સોનું, કમિશન એજન્ટોની ધરપકડ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ હાઈટેક ગેંગના તાર મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ અને દિલ્હી સુધી લંબાયેલા છે. પકડાયેલા આરોપીઓ કમિશનની લાલચમાં પોતાના ડેબિટ કાર્ડ, ચેકબુક અને સિમ કાર્ડ મુખ્ય આરોપીઓને વેચતા હતા. આ કૌભાંડના પૈસા જે ડમી ખાતામાં આવતા હતા, તેનાથી બજારમાંથી મોટા પાયે સોનાના દાગીના ખરીદીને મુખ્ય સૂત્રધારો સુધી પહોંચાડવામાં આવતા હતા જેથી મની લોન્ડરિંગ (Money Laundering) થઈ શકે. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ, પાસબુક અને એટીએમ કાર્ડ જપ્ત કર્યા છે અને આ સાયબર ગેંગના મુખ્ય માસ્ટરમાઇન્ડને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

👉 આ સમાચાર વાચો:
Babulnath Building Tragedy મુંબઈના વાલકેશ્વરમાં બિલ્ડિંગની બાલ્કની ધરાશાયી, એક વ્યક્તિનું કરુણ મોત

Mumbai Airport Ketamine Drug Bust મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સનું મોટું ઓપરેશન ₹21 કરોડનું 7 કિલો કેટામાઈન ડ્રગ્સ ઝડપાયું, ફૂકેત જઈ રહેલા પેસેન્જરની ધરપકડ
PM Modi Praises Smit Machhar ‘તમે હજારો જીવ બચાવ્યા, ભારત તમારી સાથે છે!’ PM મોદીએ જાંબાઝ કેપ્ટન સ્મિત માછર સાથે વાત કરી વધાર્યો ઉત્સાહ: જુઓ વીડિયો
Mumbai Airport Terminal 1 Redevelopment મુંબઈ ડોમેસ્ટિક એરપોર્ટનો થશે કાયાકલ્પ ટર્મિનલ૧ આગામી ૪ વર્ષ માટે રહેશે બંધ, નવું મેગા ટર્મિનલ બનાવાશે
Lovlina Borgohain Asian Games Gold લવલીના બોરગોહેને રચ્યો ઈતિહાસ ચીનની ઝિયાઈ બાઓને 50થી હરાવી વિમેન્સ 75 કિગ્રામાં જીત્યો ગોલ્ડ મેડલ
Exit mobile version