News Continuous Bureau | Mumbai
ઍપ સંચાલિત ખાનગી ટેક્સીવાળાઓની દાદાગીરી ખતમ કરતો એક મહત્વનો ચુકાદો કોર્ટે આપ્યો છે. તે મુજબ તમામ કેબ એગ્રિગેટર્સ જેમાં ઓલા અને ઉબેરનો પણ સમાવેશ થાય છે, તેમણે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા મોટર વ્હીકલ એગ્રીગ્રેટર્સ ગાઈડલાઈન્સ 2020નું પાલન કરવાનું આવશ્યક રહેશે.
ઍપ આધારિત ટેક્સીનું સંચાલન કરનારા પાસે ફરિયાદનો નિકાલ લાવવાની સિસ્ટમ એકદમ જટીલ અને બિનપ્રભાવી હોવાની ફરિયાદ સાથે બોમ્બે હાઈ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. તેની ગંભીરતાથી નોંધ લઈને હાઈ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.
એપ આધારિત ટેક્સીને લગતી ફરિયાદને લઈને કોર્ટમાં અરજી કરનારે દાવો કર્યો હતો કે રાજ્ય સરકાર ભલે કમ્પ્લાસન્સ રિપોર્ટ નોંધે પણ તેમાં પ્રવાસીઓની ફરિયાદને લઈને કંઈ કહેવામાં આવ્યું નથી.તેથી ઍપ સંચાલિત ખાનગી ટેક્સીવાળા પ્રવાસીઓની ફરિયાદને ગણકારતા નથી.
કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર પાસેથી એવી આશા છે કે તેઓ એગ્રીગેટર્સની પાસે દાખલ થયેલી ફરિયાદ અને અનુભવને ધ્યાનમાં રાખે. આ ફરિયાદનો નિકાલ સમયાનુસાર અને સિસ્ટમ મુજબ થવો આવશ્યક છે. રાજ્ય સરકાર પાસે અધિકાર છે કે તેઓ નવા દિશાનિર્દેશ લાગૂ કરે. તેમ જ જે સિસ્ટમ લાગુ કરવામાં આવે છે, તે લોકો માટે કેટલી સરળ છે?
આ સમાચાર પણ વાંચો : લો બોલો!! પ્રતિબંધો હટતા જ લોકલ ટ્રેનમાં ઊભરાયું કિડયારું, પ્રવાસીઓની સંખ્યા પહોંચી ગઈ આટલા લાખને પાર.. જાણો વિગતે
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે ટેક્સી એગ્રીગેટર્સના લાઈસન્સ સંબંધી આવેદન મળવાની સાથે જ પંદર દિવસમાં નિર્ણય લેવાનો રહેશે. જયાં સુધી રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલો મહારાષ્ટ્ર રેગ્યુલેશન ઓફ એગ્રિગેટર્સ રુલ્સ 2021 લાગુ નથી થતો ત્યાં સુધી કેન્દ્ર સરકારના મોટર વ્હીકલ એગ્રીગેટર્સ ગાઈડલાઈન 2020 લાગુ રહેશે.