Site icon

મુંબઈના માલવણીમાં હિંદુ સ્મશાનભૂમિના આ તો કેવા હાલ- ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય-BMC સામે હિંદુઓનો આક્રોશ

News Continuous Bureau | Mumbai

મુંબઈના માલવણીમાં(Malvani) આવેલા હિંદુ સ્મશાનભૂમિની (Hindu burial ground) હાલત એક ખંડેર કરતા પણ બદતર થઈ ગઈ છે. વારંવાર ફરિયાદ કર્યા બાદ પણ મુંબઈ મહાનગરપાલિકાના(BMC) પી-નોર્થ વોર્ડ દ્વારા તેના તરફ દુર્લક્ષ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ પણ હિંદુઓ દ્વારા કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

માલવણી એક નંબરમાં અર્થવ કોલેજ પાસે આ હિંદુ સ્મશાનભૂમિ(Hindu Cemetery) આવેલી છે. સોશિયલ મીડિયા પર આ સ્મશાનભૂમિના ફોટા ફરી વળ્યા છે. જેમાં સ્મશાનભૂમિની(cemetery) હાલત એકદમ દયનીય જણાઈ રહી છે. ઠેર-ઠેર ગંદકી સિવાય અહીં કઈ જણાતું નથી.

સ્થાનિક રહેવાસીઓએ સોશિયલ મીડિયા પર કરેલી ફરિયાદ મુજબ હિંદુઓમાં માણસના મૃત્યુ બાદ પણ તેનું એટલું જ સન્માન આપવાનો રિવાજ છે. પરંતુ માલવણીના આ સ્મશાનભૂમિમાં કોઈ પ્રકારના ઠેકાણા નથી. અંતિમ સંસ્કાર આપવા પહેલા સંબધીઓને ન્હાવાનું હોય છે. પરંતુ અહીં ના બાથરૂમના ઠેકાણા છે, ના તો પાણીના ઠેકાણા છે. સોશિયલ મીડિયા પર સ્મશાનભૂમિના ફોટો પોસ્ટ કરવામાં આવ્યા છે, તેમાં બેસવા માટે તૂટેલી ફૂટેલી  સીટ દેખાય છે. નાનું એવું એક મંદિર દેખાય છે તે પણ એકદમ જીર્ણ હાલતમાં જણાય છે. ફોટામાં સ્મશામભૂમિમાં ઠેર ઠેર ગંદકીનો માહોલ જણાઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : સાવધાન- મુંબઈ-અહમદનગર  નેશનલ હાઈવે બન્યો જોખમી-  એક વર્ષમાં થયા આટલા એક્સિડન્ટ-સેફ્ટી ઓડિટની થઈ માગણી- જાણો વિગત

સોશિયલ મિડિયા(Social media)પર ભાજપના નેતાઓ(BJP leaders) તથા પાલિકાના પી-નોર્થ વોર્ડ ને ટેગ કરીને ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદ 26 ઓગસ્ટના કરવામાં આવી હતી. એ સમયે પી-નોર્થ વોર્ડ દ્વારા તેની નોંધ લેવામાં આવી હતી અને આ સંદર્ભમાં તાત્કાલિક પગલાં લેવાનું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું. જોકે આજે દસ દિવસની ઉપર થઈ ગયા છે. છતાં હજી સુધી પાલિકા દ્વારા ત્યાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી એવી ફરિયાદ પણ સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે.
 

Rupali Ganguly: ઓક્ટ્રેસ રૂપાલી ગાંગુલી ટ્રાફિકમાં ફસાઈ સોશ્યલ મિડીયા પર બળાપો કાઢ્યો કહ્યું ‘મુંબઈકરોની ધીરજની પરીક્ષા ન લો’
Goregaon Fire: ગોરેગાંવની રહેણાંક ઈમારતમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં
Vakola Police: વાકોલામાં મહિલા સાથે જાતીય શોષણ અને અશ્લીલ તસવીરોથી બ્લેકમેલ કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ
Jogeshwari Tanker Accident:જોગેશ્વરીમાં બેફામ ગતિએ આવતા ટેન્કરની ટક્કરે ૬૩ વર્ષીય વૃદ્ધાનું કરુણ મોત
Exit mobile version