ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
26 ફેબ્રુઆરી 2021
ગઈકાલે એટલે કે ગુરુવારે સાંજે પેડર રોડ પર ભારતના અને વિશ્વના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના બંગલાની બહાર વિસ્ફોટકોથી ભરેલી એક સ્કોર્પિયો કાર મળી આવ્યા બાદ રિલાયન્સ ગ્રુપ તરફ થી નિવેદન આપવામાં આવ્યું છે. હાલના રિલાયન્સ ગ્રુપના પ્રવક્તાએ મુંબઈ પોલીસનો આભાર માનતા એવી આશા વ્યક્ત કરી છે કે મુંબઈ પોલીસ વહેલામાં વહેલી તકે આ મામલાની તપાસ પૂર્ણ કરશે.
જોકે અંબાણી પરિવારે ભલે આ નિવેદનો આપ્યા હોય પરંતુ અમુક પ્રશ્નો ના ઉત્તર મળતા નથી જેમ કે….
-પેડર રોડ પર આમ પણ સુરક્ષા વ્યવસ્થા હોય છે. તદુપરાંત એન્ટિલિયાની સામે લોકોને વધુ સમય ઊભા રહેવા પણ દેવામાં આવતા નથી.તો એવામાં હવે સવાલ એ થાય છે કે બિનવારસી સ્કોર્પિયો કાર અહીં પહોંચી શી રીતે??
-ગુરુવારની રાત્રે એક વાગે એક શખ્સ આવે છે, સ્કોર્પિયો પાર્ક કરે છે અને બીજી ઇનોવા કારમાં બેસી ત્યાંથી જતો રહે છે. આ વિસ્તારમાં કાર પાર્કિંગ ગેરકાયદેસર છે. છતાં કોઇ તસ્દી લેવાઇ નહીં.??
-સૌથી મહત્વની વાત તો એ છે કે હવે સીસીટીવ ફૂટેજમાં જોવાયું કે મુકેશ ભાઇ અને તેમના પરિવારની એક મહિનાથી રેકી થઇ રહી હતી અને એન્ટિલયાના દરેક સભ્ય પર નજર રખાઇ રહી હતી. તો શું આસપાસના સીસીટીવી એક મહિનાથી ચેક જ કરાયા નહી?
-અહીં ખાસ નોંંધવા જેવી છે કે ધમકીબાજે કોઇ વસ્તુ છુપાવવાનો પ્રયત્ન કર્યો નથી ઉલટાનું દરેક વસ્તુ ઉજાગર કરવાની તેણે કોશીશ કરી છે. તેથી જિલેટિન સ્ટીકર પર નાગપુરની કંપનીના સ્ટીકર રહેવા દીધા. મુંબઇ ઇન્ડિયન ટીમની બેગ વાપરી. આ બધુ તેણે શા માટે કર્યું?
-એટલું જ નહીં ધમકી આપનારાએ આને તો ટ્રેલર ગણાવી આખા અંબાણી પરિવારને ફૂંકી મારવાની વાત કરી છે. ત્યારે આ પ્રકરણમાં વપરાયેચોરીની કાર, મુંબઇ ઇન્ડિયન્સની બેગ, નાગપુરની જિલેટિન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના સ્ટાફના કાફલા ધમકીબાજ શું કહેવા માગે છે? તેની યોજના શું હતી અને તે શું કરવા માગે છે?
મુંબઈ પોલીસે આ બધા પ્રશ્નોના જવાબ શોધવા માટે આ મામલા ની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે. જેણે 10 ટીમો બનાવી સઘન તપાસ શરુ કરી છે. તેની સાથે મુંબઇમાં એલર્ટ પણ જાહેર કરી દેવાયું છે. તો બીજી તરફ જિલેટિન સ્ટિક મળવાનો મામલો ગંભીર છે, આ જ કારણે આતંકી એન્ગલની પણ શોધ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ ગાડીના મામલામાં મુંબઈ ખાતે ગામદેવી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધી લેવાયો છે. આ મામલામાં 286, 465, 473, 506(2),120(B) IPC and u/s 4 of Explosive Substances Act 1908 હેઠળ કેસ નોંધી લેવાયો છે.
હવે જોવાનું એ રહે છે કે આ તપાસ ક્યાં સુધી આગળ વધે છે.