Site icon

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભંગાણઃ આ નગરસેવિકા જોડાશે શિવસેનામાં જાણો વિગત,

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 26 નવેમ્બર  2021    
શુક્રવાર. 

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી આગામી વર્ષે યોજાઈ રહી છે. ચૂંટણીને ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે જ કોંગ્રેસમાં ભંગાણ પડવાનું ચાલુ થઈ ગયું છે. કોંગ્રેસની અંધેરી(પૂર્વ)ની વોર્ડ નંબર 86ની નગરસેવિકા સુષ્મા કમલેશ રાયે કોંગ્રેસ સાથે છેડો ફાડીને શિવસેનામાં જોડાવાની જાહેરાત કરી છે.

Join Our WhatsApp Community

મુંબઈ મહાનગરપાલિકામાંથી વિધાન પરિષદની બે બેઠકની ચૂંટણીને લઈને આચારસંહિતા લાગુ પડી હતી. તેથી સુષમા કમલેશ રાયને શિવસેનામા જોડાવવા માટે રાહ જોવી પડી હતી. સુષ્મા રાયના પતિ કમલેશ રાય પહેલા જ શિવસેનામાં જોડાઈ ચૂકયા છે. 

કમલેશ રાય સંજય નિરુપમની નજીકના માણસ ગણાય છે. સંજય નિરુપમ શિવસેના છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. તેની સાથે જ કમલેશ રાય પણ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. જોકે બાદમાં બંને વચ્ચે સંબધોમાં ખટરાગ નિર્માણ થયો હતો. તેથી કમલેશ પાછા શિવસેનામાં જોડાઈ ગયા હતા. હવે તેમની નગરસેવિકા પત્ની સુષ્મા રાય પણ શિવસેનામાં જોડાઈ રહી છે.

આ દરમિયાન સૂત્રોના કહેવા મુજબ કોંગ્રેસના અનેક નગરસેવકોનો પાર્ટીથી મોહભંગ થઈ ચૂકયો છે. કોંગ્રસમાં વધારે કરીને મુસ્લિમ નગરસેવક છે, તેમને પાલિકાની જુદી જુદી બેઠકમાં યોગ્ય સ્થાન આપવામાં આવ્યું નથી. તેથી તેઓ પક્ષની નારાજ હોવાનું સંભળાય છે.

પરમબીર સિંહ પર શમશેર ખાન પઠાણનો મોટો આક્ષેપ; 26/11 હુમલાના આરોપી કસાબનો ફોન આ રીતે નષ્ટ કર્યો: જાણો સમગ્ર મામલો

કોંગ્રેસ રાજ્યમા મહાવિકાસ આઘાડી સરકારમાં જોડાઈ ગઈ છે છતાં બીજી પાર્ટીઓના નેતાઓને પોતાના પક્ષમાં  ખેંચી લાવવામાં કોંગ્રેસ નિષ્ફળ નીવડી છે. મુંબઈમાં એક સમયે 11 વિધાનસભ્યો અને 72 નગરસેવકો ધરાવતી કોંગ્રેસનું જોર હવે ઘટી ગયું છે. હવે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવવાની સાથે જ કોંગ્રેસને હજી ફટકો પડે એવું માનવામાં આવે છે. 

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Metro 3 Mumbai: BKC થી કફ પરેડ મેટ્રોની રફતાર તેજ! દોઢ કલાકનો પ્રવાસ હવે અડધા કલાકમાં, જાણો કયા સ્ટેશન આવશે અને ટિકિટના ભાવ કેટલા હશે.
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Mangal Prabhat Lodha: કૌશલ્ય વિકાસ એ દેશના વિકાસની ગૂરૂ ચાવી:  મંત્રી લોઢા
Exit mobile version