Site icon

Waqf Bill: વકફ બિલ પાસ થતાં જ કોંગ્રેસને મોટો ઝટકો, મહારાષ્ટ્રના મુસ્લિમ નેતાએ પાર્ટી છોડી, પૂર્વ ધારાસભ્યએ આપ્યું રાજીનામું

Waqf Bill: વકફ સંશોધન બિલ પાસ થતાં જ મહારાષ્ટ્રમાં કોંગ્રેસના મોટા મુસ્લિમ ચહેરાએ રાજીનામું આપ્યું

વકફ બિલ પાસ થતાં જ કોંગ્રેસને મોટો ઝટકો, મહારાષ્ટ્રના મુસ્લિમ નેતાએ પાર્ટી છોડી, પૂર્વ ધારાસભ્યએ આપ્યું રાજીનામું

વકફ બિલ પાસ થતાં જ કોંગ્રેસને મોટો ઝટકો, મહારાષ્ટ્રના મુસ્લિમ નેતાએ પાર્ટી છોડી, પૂર્વ ધારાસભ્યએ આપ્યું રાજીનામું

News Continuous Bureau | Mumbai

Waqf Bill: દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ (Congress) એક તરફ જ્યાં પોતાને મજબૂત બનાવવા માટે ગુજરાતના અમદાવાદમાં રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓમાં લાગી છે, ત્યાં બીજી તરફ મહારાષ્ટ્રમાં ફરી એકવાર પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.

Join Our WhatsApp Community

યૂસુફ અબ્રાહનીએ આપ્યું રાજીનામું

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય યૂસુફ અબ્રાહની (Yusuf Abrahani)એ પાર્ટીના તમામ પદ અને સભ્યપદમાંથી રાજીનામું આપી દીધું છે. અબ્રાહનીએ પોતાનું રાજીનામું કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)ને મોકલ્યું છે, સાથે જ તેની એક નકલ મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ વર્ષા ગાયકવાડને પણ મોકલી છે.

આ સમાચાર પણ વાંચો : Hardik Pandya: કૅપ્ટન હાર્દિક પંડ્યા નહીં, મુંબઈ ઈન્ડિયન્સની હાર માટે ‘આ’ ખેલાડી જવાબદાર; જાણો ખરેખર શું થયું?

પાર્ટીની ખરાબ સ્થિતિ

કોંગ્રેસમાંથી રાજીનામું આપવાના કારણે યૂસુફ અબ્રાહનીએ જણાવ્યું કે પાર્ટીની હાલત ખૂબ ખરાબ છે અને તેના માટે પાર્ટીના નેતાઓ જ જવાબદાર છે. તેમણે આ વાત રાહુલ ગાંધીને વિગતે કહી હતી પરંતુ કંઈ થયું નહીં. વકીલ તરીકે યૂસુફ અબ્રાહની ઘણા મુસ્લિમ સંગઠનો અને એસોસિએશન સાથે પણ જોડાયેલા છે. તેઓ હાલમાં ઇસ્લામ જિમખાના (Islam Gymkhana)ના અધ્યક્ષ છે.

 

Mumbai Water Cut:મુંબઈગરાં પર પાણી કાપનું સંકટ: ૨૭ જાન્યુઆરીથી શહેર અને પૂર્વ ઉપનગરોમાં ૧૦ ટકા કાપ; BMC એ જાહેર કરી વિસ્તારોની યાદી.
Mumbai E-commerce Theft: મુંબઈમાં ‘લાઈવ’ વીડિયો કોલ પર કરોડોની ચોરી: ઈ-કોમર્સ કંપનીનો કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઈન્ડ;
Terror at Juhu Beach: જુહુ ચોપાટી પર આતંક: ગેરકાયદે ફોટોગ્રાફરોએ પ્રવાસીને માર મારી લોહીલુહાણ કર્યો.
Mumbai Police: અંધેરી પોલીસે સ્પોર્ટ્સ બાઈક ચોર ગેંગને દબોચી: ₹18 લાખની 9 મોંઘીદાટ બાઈક રિકવર; સાકીનાકાથી 3 આરોપીઓ ઝડપાયા.
Exit mobile version