ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઑગસ્ટ, 2021
શનિવાર
મુંબઈ મહાનગરપાલિકાની આવતા વર્ષે ફેબ્રુઆરીમાં થનારી ચૂંટણીના પડઘમ અત્યારથી વાગવાના ચાલુ થઈ ગયા છે. કૉન્ગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ભૂતપૂર્વ કૉન્ગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી 2022માં મુંબઈ મનપાની ચૂંટણીના પ્રચાર માટે 28 ડિસેમ્બરના દાદરના શિવાજી પાર્કમાં રૅલીને સંબોધવાનાં છે. કૉન્ગ્રેસના 137મા સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે કૉન્ગ્રેસે આ રૅલીનું આયોજન કર્યું છે, જેમાં પાલિકાની ચૂંટણીના પ્રચારનું બ્યૂગલ પણ ફૂંકાશે એવું માનવામાં આવે છે.
ફેબ્રુઆરી 2022માં થનારી પાલિકાની ચૂંટણી માટે દાદરના તિલક ભવનમાં કૉન્ગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક થઈ હતી. એમાં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીની રણનીતિને લઈને ચર્ચા કરવામાં આવી હોવાનું ચર્ચાય છે. મહારાષ્ટ્રના અધ્યક્ષ નાના પટોલે સહિત પક્ષના અગ્રણી નેતા અશોક ચવ્હાણ, બાળાસાહેબ થોરાત સહિતના લોકોએ હાજરી પુરાવી હતી.
નનામી બોમ્બ બ્લાસ્ટ કોલ કરનાર બે લોકોની ધરપકડ.
મુંબઈ પાલિકાની ચૂંટણી એકલા હાથે લડવી કે યુતિ કરીને એના પર હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી, પરંતુ કૉન્ગ્રેસના મહારાષ્ટ્રના નેતાઓ પહેલાંથી એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી રહ્યા છે. શિવાજી પાર્કની રૅલીમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની હાજરીથી સ્થાનિક કૉન્ગ્રેસના નેતા અને કાર્યકરોમાં પ્રાણ ફૂંકવાનું કામ કરશે એવું રાજ્યના ટોચના નેતાઓનું માનવું છે.
