Site icon News Continuous Bureau | Mumbai

ટ્વિટર વૉર : હવે મુંબઈના આ કૉન્ગ્રેસના નેતાનું ઍકાઉન્ટ બ્લૉક કરાયું; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 13 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

કૉન્ગ્રેસ અને ટ્વિટર વચ્ચે રીતસરનો જંગ ચાલી રહ્યો છે.  ટ્વિટર દ્વારા હવે મુંબઈના કૉન્ગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સંજય નિરૂપમનું ટ્વિટર ઍકાઉન્ટ બ્લૉક કરી દેવામાં આવ્યું છે. એની સામે તેમણે નારાજગી જતાવતાં સવાલ કર્યો હતો  કે આઝાદીની વધુ એક લડાઈ હવે શું ટ્વિટરની વિરુદ્ધ લડવાની છે ? બીજેપીએ એવો કાયદો બનાવ્યો છે અને એની આડમાં પહેલા રાહુલ ગાંધી અને હવે મારા સહિત અનેક કૉન્ગ્રેસી નેતાનાં ઍકાઉન્ટ બ્લૉક કરી દેવામાં આવ્યાં હોવાનો આરોપ  પણ સંજય નિરૂપમે કર્યો હતો.

મુંબઈ ઍરપૉર્ટ ભગવાન ભરોસે : ઍરપૉર્ટના રનવે પર બની આ દુર્ઘટના, ઍરપૉર્ટ અને પોલીસ પ્રશાસન થયું દોડતું; જાણો વિગત

અહીં ઉલ્લેખનીય છે કે કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ગયા અઠવાડિયામાં દિલ્હીમાં નવ વર્ષની બાળકીના કથિત બળાત્કાર અને હત્યા થયા બાદ તેના પરિવારની મુલાકાત લીઘી હતી અને તેના પરિવાર સાથેનો એક ફોટો ટ્વિટર પર નાખ્યો હતો. એને પગલે ટ્વિટર દ્વારા  કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીનું ઍકાઉન્ટ બ્લૉક કરી દેવામાં આવ્યું હતું. એને પગલે કૉન્ગ્રેસ અને ટ્વિટર સામસામે આવી ગયાં હતાં. દેશભરમાં એની સામે કૉન્ગ્રેસે વિરોધ કર્યો છે. એને પગલે કૉન્ગ્રેસના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ ઍકાઉન્ટને બંધ કરી દેવામાં આવ્યું છે. એ બાદ કૉન્ગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓનાં પણ ઍકાઉન્ટ બંધ કરવામાં આવ્યાં છે. કૉન્ગ્રેસ દ્વારા તેના મોટા નેતા સહિત અંદાજે 5,000થી વધુ નેતાનાં ટ્વિટર ઍકાઉન્ટ બ્લૉક કરી દેવામાં આવ્યાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. દેશભરમાં કૉન્ગ્રેસે એની સામે વિરોધ કર્યો છે. સરકારના દબાણ હેઠળ ટ્વિટર વિપક્ષના નેતા અને પક્ષના ટ્વિટર ઍકાઉન્ટ બંધ કરી રહી હોવાનો આરોપ કરી રહી છે અને ટ્વિટર આ કાર્યવાહીને યોગ્ય ઠરાવી રહી છે. 

Santacruz Police Arrest Drug Peddler સાંતાક્રુઝ પોલીસની મોટી સફળતા NDPS કેસમાં ૧૩ વર્ષથી ફરાર મોસ્ટ વોન્ટેડ ડ્રગ્સ પેડલરને ધારાશિવમાંથી દબોચ્યો
Vashi Station Surprise Ticket Checking Drive વાશી સ્ટેશન પર રેલવેની આકસ્મિક ટિકિટ ચેકિંગ ડ્રાઇવ ૨૬૩ મુસાફરો દંડાયા, પ્રશાસને ₹૧.૨૬ લાખથી વધુનો દંડ વસૂલ્યો
DN Nagar Police Arrest Wanted Fugitive પોલીસે ઓળખ છુપાવી ૨૧ વર્ષથી ફરાર વોન્ટેડ આરોપીને કર્ણાટકમાંથી દબોચ્યો ડી. એન. નગર પોલીસની મોટી સફળતા
Mobile Theft Racket Busted મોબાઇલ ચોરી રેકેટનો પર્દાફાશ ₹૧.૧૫ કરોડના ૧,૧૫૦ મધરબોર્ડ જપ્ત, માલેગાંવ ગોડાઉન પર દરોડો પાડી એક આરોપી જેલભેગો
Exit mobile version