Site icon

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં કૉન્ગ્રેસનો આંતરકલહ સામે આવ્યો, આ ધારાસભ્યે મુંબઈ અધ્યક્ષની વિરુદ્ધમાં પત્ર લખ્યો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૭ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

કૉન્ગ્રેસની મહારાષ્ટ્ર વિકાસ આઘાડીના સાથીઓ સાથેની લડત પૂરતી ન હતી, તો હવે કૉન્ગ્રેસની અંદર ગંભીર ઝઘડો પણ ખુલ્લામાં આવી રહ્યો છે. કૉન્ગ્રેસના બાંદ્રાના ધારાસભ્ય ઝિશાન સિદ્દીકે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મુંબઈ કૉન્ગ્રેસ અધ્યક્ષ ભાઈ જગતાપ વિરુદ્ધ એક પત્ર લખ્યો છે. બાંદ્રા પૂર્વ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરનાર સિદ્દીક જગતાપને તેમના મત ક્ષેત્રમાં યુથ કૉન્ગ્રેસના કાર્યક્રમમાં આમંત્રણ ન આપવા બદલ નારાજ છે.

મુંબઈ કૉન્ગ્રેસ દ્વારા બીકેસી ખાતે કોવિડ ટૂલકિટ્સના વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં  પ્રધાનો અને પાર્ટીના અન્ય નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું, ત્યારે ઝિશાનને આમંત્રણ અપાયું ન હતું. જોકેઝિશાનના નજીકના લોકો કહે છે કે 27 વર્ષીય ધારાસભ્ય જગતાપથી નારાજ થયો હોવાનું આ એકમાત્ર કારણ નથી.

કુર્લાની ગુજરાતી શાળામાં ભણેલી વિદ્યાર્થિનીઓએ લૉકડાઉનમાં શરૂ કર્યું આ ઉમદા કાર્ય; પોતાના જ વિસ્તારમાં મફતમાં બાળકોને ભણાવ્યાં; જાણો વિગત
 

ઉલ્લેખનીય છે કે આગામી વર્ષમાં મુંબઈ મહાનગરપાલિકાની પણ ચૂંટણી થવાની છે તેમાં કૉન્ગ્રેસ એકલી લડવાની છે. તેથી આ આંતરિક કલેહની અસર ચૂંટણીમાં કૉન્ગ્રેસના પ્રદર્શન પર પડે તેવી શક્યતા છે. તાજેતરમાં જ મુંબઇ કૉન્ગ્રેસે પાર્ટીના ચાર કાર્યકરોને ફરીથી પાર્ટીમાં સામેલ કર્યા છે. ઝિશાને 2019ની વિધાનસભાની ચૂંટણીમાં તેમની વિરુદ્ધ કામ કરવા બદલ આ કાર્યકરો વિશે ફરિયાદ કરી હતી. તેમના પત્રમાં, ઝિશાને મુંબઈ પ્રમુખ તરીકે જગતાપની કાર્યકારી શૈલી પર સવાલ ઉઠાવ્યા છે.

Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Mumbai Crime: ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં ૨૯ વર્ષીય યુવતીને સુધીર ફડકે બ્રિજ નીચે ઢસડી જઈ દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો?
Digital Arrest: મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને અધધ આટલા કરોડની ઠગાઈ, તપાસમાં ખુલ્યું ચીન-હોંગકોંગ-ઇન્ડોનેશિયાનું જોડાણ
D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Exit mobile version