Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીનાં પડઘમ : કૉન્ગ્રેસે ચૂંટણી આયોગ પાસે શું માગણી કરી?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 3 જૂન 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

મુંબઈ મહાનગરપાલિકાની 2022માં થનારી ચૂંટણીનાં પડઘમ અત્યારથી વાગવા માંડ્યાં છે. શિવસેના સહિત કૉન્ગ્રેસે પણ ચૂંટણી જીતવા માટે અત્યારથી દાવપેચ ચાલુ કરી દીધા છે. એમાં કૉન્ગ્રેસે ભાજપ પર સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ કર્યો છે અને ચૂંટણી આયોગને એની ફરિયાદ કરી છે.

પાલિકાના વિરોધ પક્ષના નેતા રવિ રાજાએ ચૂંટણી આયોગને પત્ર લખીને ફરિયાદ કરી છે. એ મુજબ મુંબઈ મહાનગરપાલિકાની 2017માં થયેલી ચૂંટણીમાં ભાજપે મહારાષ્ટ્રમાં રહેલી પોતાનો સત્તાનો ગેરઉપયોગ  કરીને વૉર્ડની પુનર્રચના કરી હતી. પોતાની મરજી મુજબ વૉર્ડની પુનર્રચનાને પગલે તેમને 40થી 50 જગ્યાનો ફાયદો થયો હતો. એથી 2022માં ચૂંટણી થાય એ પહેલાં આ 45 વૉર્ડની પુનર્રચના કરો.

મહત્વના સમાચાર : મુંબઈ શહેરમાં વેક્સિન સંદર્ભે મહાનગરપાલિકાએ આજ માટે મોટી જાહેરાત કરી. 

અહીં ઉલ્લેખનીય છે કે આ અગાઉ શિવસેના પણ આ પ્રકારનો આરોપ ભાજપ પર કરી ચૂકી છે. તેમ જ જે 30 બેઠકો પર ભાજપનું વર્ચસ્વ છે એને પાછી મેળવવા માટે  શિવસેનાએ પ્રયાસ ચાલુ કરી દીધા હોવાનું કહેવાય છે.

Mumbai Metro Station Bus Fire મુંબઈમાં મેટ્રો સ્ટેશન નીચે બસમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી મુસાફરોમાં નાસભાગ; ટ્રેન પણ રોકી દેવાઈ
Andheri DN Nagar Housebreaking Theft અંધેરી પૂર્વ અને ડી.એન. નગરમાં ચોરીનો પર્દાફાશ ₹૭.૨૭ લાખના સોનાના દાગીના અને રોકડ સાથે આરોપી ઝડપાયો
MIDC Police MCOCA Action MIDC વિસ્તારમાં ટેરર ફેલાવતી ગેંગનો પર્દાફાશ ‘મોકા’ અંતર્ગત 7 આરોપીઓ ઝડપાયા, ફરાર 4 શખ્સો સામે ગાળિયો કસાયો
Parksite Attempt To Murder Case પાર્કસાઈટ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ, સત્ર અદાલતે ફટકારી આકરી સજા
Exit mobile version