Site icon

તમારા સપનાનું ઘર સસ્તું થઈ શકે છે-બાંધકામ માટેના રો મટિરિયલના ભાવમાં થયો મોટો ઘટાડો-જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

મુંબઈ શહેરમાં પોતાની માલિકીનું ઘર લેવાનું સૌ કોઈનું સપનું હોય છે. પરંતુ આસમાને પહોંચેલા ઘરની કિંમત(house Cost) પાછળ તેના બાંધકામમાં(construction) વાપરવામાં આવતા રો-મટિરિયલના કિંમત(Cost of raw material) પણ જવાબદાર હોય છે. જોકે છેલ્લા થોડા દિવસથી બાંધકામ માટે આવશ્યક રહેલા રેતી, સિમેન્ટ, ઈંટો વગેરેના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. તેથી કન્સ્ટ્રકશન કોસ્ટમાં(Construction cost) ઘટાડો થવાને કારણે આગામી દિવસમાં ઘરની કિંમતમાં પણ ઘટાડો થવાની શક્યતા છે. 

Join Our WhatsApp Community

નિષ્ણાતો કહેવા મુજબ સ્ટીલ એક્સપોર્ટ ડ્યુટી(Steel Export Duty) વધુ હોવાથી હાલ એક્સપોર્ટ પર પ્રતિબંધ છે. તેથી લોકલ બજારમાં સ્ટીલ સસ્તુ થયું છે બીજી તરફ ઘર બાંધવા માટે સિમેન્ટ, રેતી અને ઈંટના દરમાં બે-ત્રણ અઠવાડિયાથી ઘટાડો થયો છે. સિમેન્ટના દર પ્રતિ બેગ 60 રૂપિયા સુધી ઘટી ગયા છે. સારામાં સારી સિમેન્ટ અગાઉ 400 રૂપિયામાં મળતી હતી. તે હવે તેમાં 20 રૂપિયાનો ઘટાડો થઈ તે હવે 380 થઈ ગઈ છે.તેથી નવા ઘર બાંધવા માટે અનુકૂળ વાતાવરણ નિર્માણ થયું છે.

આ સમાચાર પણ વાંચો : બીજેપી નેતા મોહિત કંબોજની મુશ્કેલી વધી – ઇકોનોમિક ઓફેન્સ વિંગે નોંધ્યો આટલા કરોડની છેતરપિંડીનો કેસ – જાણો શું છે સમગ્ર મામલો

કેન્દ્ર સરકારે(Central Government) સ્ટીલ એક્સપોર્ટના(Steel Export) ફીમાં મોટો વધારો કર્યો છે. તેથી દેશમાં સ્ટીલના ઉત્પાદનના(Steel production) દરમાં ઝડપથી ઘસરયો છે. ઘર બાંધવા માટે વાપરવામાં આવતા સ્ટીલના સળિયાના દરમાં ઘટાડો થયો છે. એપ્રિલ મહિનામાં સળિયાનો દર 82 હજાર રૂપિયા પ્રતિ ટન હતો. તે હવે ઘટીને 62થી 63 હજાર રૂપિયા પ્રતિ ટન થઈ ગયો છે. ભાવ ઘટવાથી બાંધકામ ક્ષેત્રને તેનો ફાયદો થયો છે. પેટ્રોલ-ડિઝલના ભાવમાં પણ ઘટાડો થયો છે, તેથી રો-મટિરિયલના ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં પણ ધટાડો થયો છે.
 

BMC: આઝાદ મેદાન પાસેના ખાઉ ગલીના સ્ટોલ ને લઈને BMCએ લીધો મોટો નિર્ણય,વેપારીઓ થયા ચિંતિત
Mumbai-Pune Expressway: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મેગાબ્લોક, મુસાફરી કરતા પહેલા જાણી લો સમય અને વૈકલ્પિક માર્ગો વિશે સંપૂર્ણ માહિતી
Versova-Dahisar Coastal Road: વર્સોવા-દહિસર કોસ્ટલ રોડમાં આવ્યું વિઘ્ન, સાત વર્ષ જૂનો આ પુલ બન્યો કામ માં અવરોધ
Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Exit mobile version