ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
મુંબઈ શહેરમાં બ્રેક લીધા બાદ વરસાદે ફરી હાજરી પુરાવી છે. ગઈકાલ રાતથી શહેરમાં વિવિધ ઠેકાણે સતત વરસાદ ચાલુ હતો. જોકે આજે સવાર સુધીમાં વરસાદ ધીમો પડ્યો છે. ગત 6 કલાકમાં મુંબઈમાં આ ઠેકાણે પડ્યો આટલો મિલીમીટર વરસાદ..
દહિસર પૂર્વમાં સહુથી વધુ 51.3, કાંદિવલી ફાયર સ્ટેશનમાં 29.71, કુર્લાના એલ વૉર્ડમાં 34.52, ઘાટકોપર ઈસ્ટમાં 35.05, વિક્રોલીમાં 35.3, વડાલામાં 26.42, દાદરમાં 32.76 ભાયખલામાં 34.53 અને બી વૉર્ડમાં 31. 48 મિ. મી. જેટલો વરસાદ વરસ્યો છે.
આ વ્યક્તિ હશે પંજાબ ના નવા મુખ્યમંત્રી. આજે સવારે શપથવિધિ. શું દલિત કાર્ડથી કોઈ અસર પડશે?
