Site icon News Continuous Bureau | Mumbai

જે સફાઈ કર્મચારીને શિવસેનાએ કચરાથી નવડાવ્યો હતો તેણે આત્મહત્યાની ધમકી આપી; જાણો આખી વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 15 જૂન 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

ચાંદીવલીના શિવસેનાના વિધાનસભ્ય દિલીપ લાંડે સામે ગુનો નોંધો નહીં તો હું આત્મહત્યા કરી લઈશ. એવી ધમકી મુંબઈના કુર્લાના કામાણી વિસ્તારની નાળાસફાઈનું કામ કરનારા કૉન્ટ્રૅક્ટરે આપી છે.

ગયા અઠવાડિયાના મુશળધાર વરસાદને પગલે કુર્લાના કામાણી વિસ્તારમાં ઘૂંટણભેર પાણી ભરાયાં હતાં. નાળાસફાઈ બરોબર કરી ન હોવાથી પાણી ભરાયાં હોવાનો આરોપ ચાંદીવલીના વિધાનસભ્ય દિલીપ લાંડેએ કર્યો હતો.  શનિવારે તેમણે અહીં નાળાસફાઈનું કામ કરનારા કૉન્ટ્રૅક્ટરને વાત કરવાને બહાને બોલાવ્યો  હતો. બાદમાં તેમના માણસોએ કૉન્ટ્રૅક્ટકરને ગંદાં પાણી ભરેલા રસ્તા પર બેસાડી દીધો હતો અને તેના પર નાળાનો ગંદો કચરો નાખીને તેને નવડાવી દીધો હતો.

મુંબઈકરો સાવચેતી રાખજો સંકટ હજી ટળ્યું નથી. શહેરમાં કોરોના ના નવા કેસ ઘટ્યા પણ ટેસ્ટ પોઝિટિવિટી રેટ વઘીને 2.63% થયો; જાણો આજના તાજા આંકડા

આ બનાવને પગલે તેને માનસિક અને શારિરીક ત્રાસ થયો હોવાની ફરિયાદ કૉન્ટ્રૅક્ટરે કરી હતી. આઠ દિવસ અગાઉ પાલિકાએ નાળાસફાઈને ક્લીન-ચિટ આપી હતી. છતાં નાળાસફાઈ નથી કરી હોવાનો ખોટો આરોપ કરીને માનસિક રીતે હેરાન કરવામાં આવ્યો હોવાનો આરોપ પણ કૉન્ટ્રૅક્ટરે કર્યો હતો. તેણે કરેલી ફરિયાદ બાદ પોલીસે તેને FIR નોંધાવવા માટે આગળ આવવા કહ્યું હતું. જોકે તેને માનસિક શારીરિક આઘાત લાગ્યો હોઈ તે હૉસ્પિટલમાં હોવાથી તે આવી શકશે નહીં એવું તેણે કહ્યું હતું.

Mumbai Local Train અંબરનાથ સ્ટેશન પાસે મોટો અકસ્માત ટળ્યો વોકર સાથે ટ્રેક પાર કરી રહેલા યુવક ને બચાવવા મુસાફરો જીવના જોખમે દોડી આવ્યા, વીડિયો વાયરલ
Vibrant Gujarat Summit 2027 Mumbai Meetings વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ ને લઈને મુંબઈમાં મુખ્યમંત્રીની ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Mumbai MD Drugs Case ₹૪૩ લાખના એમડી ડ્રગ્સ સાથે પકડાયેલા બે તસ્કરોને ૧૦ વર્ષની સખત કેદ, વિશેષ સેશન્સ કોર્ટે ફટકાર્યો લાખોનો દંડ
Exit mobile version