ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૧ મે 2021
મંગળવાર
દેશની આર્થિક રાજધાની મુંબઈ શહેરમાં આખરે કોરોના કાબૂમાં આવી ગયો છે. સોમવારના દિવસે મુંબઈ મહાનગરપાલિકાએ 24 હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યા હતા જેમાંથી કુલ 1794 નવા દર્દીઓ સામે આવ્યા છે. આજથી એક મહિના પહેલા દૈનિક 10,000 કેસ સામે આવી રહ્યા હતા. મુંબઈ શહેરમાં પહેલાના મુકાબલે પંચ્યાસી ટકા જેટલા ઓછા દર્દીઓ નોંધાઈ રહ્યા છે. આટલું જ નહીં મુંબઈ શહેરમાં કોરોનાનો બમણા થવાનો દર 163 દિવસ થઈ ગયો છે.
બહેનો, હવે નેઇલ પોલીશ નહીં લગાડતા. ઓક્સિમિટર ચકરાવે ચઢે છે.
ઉલ્લેખનીય બાબત એ છે કે કુલ ૧૭૮૪ નવા કેસ ની સામે 3580 દર્દીઓ સાજા થયા છે. હાલમાં 45,500 દર્દીઓ એક્ટિવ છે. આ આખી પરિસ્થિતિને જોતા એક વાત નક્કી છે કે મુંબઈ શહેરમાં કોરોના પૂર્ણપણે કાબૂમાં છે.