ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૫ એપ્રિલ 2021
ગુરૂવાર
કાંદીવલી પશ્ચિમમાં ચારકોપ વિસ્તાર ખાતે ઘણી મોટી વસાહત છે. લોકોને રસી લેવા માટે છેક બોરીવલી અને કાંદિવલીમાં આવેલી હોસ્પિટલ સુધી જવું પડે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ચારકોપ વિસ્તારમાં ખાસ રસીકરણ કેન્દ્રો ની સ્થાપના કરી છે. આ રસીકરણ કેન્દ્ર સવારે ૯ થી સાંજે 5 વાગ્યા સુધી કાર્યરત રહેશે. મુંબઈના મેયર કિશોરી પેડણેકર ના હાથે કેન્દ્ર નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ચાર કો સેક્ટર ક્રમાંક ૧ ખાતે મુંબઈ મહાનગરપાલિકાના દવાખાનામાં આ સેન્ટર ખોલવામાં આવ્યું છે.