Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈની આ ફાઇવ સ્ટાર હૉટેલના ફ્રિજમાંથી મળી કોરોનાની રસી; નહિ થાય કાર્યવાહી, જાણો શું છે સમગ્ર ઘટના

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩૧ મે 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મુંબઈની પ્રતિષ્ઠિત ફાઇવ સ્ટાર હૉટેલ ‘ધ લલિત’ના ફ્રિજમાંથી કોરોનાની રસી મળી આવી છે. મુંબઈના મેયર કિશોરી પેડણેકરને સોશિયલ મીડિયા દ્વારા માહિતી મળી હતી કે આ હૉટેલમાં ખાનગી રસીકરણ અભિયાન ચાલુ છે અને ત્યાર બાદ રવિવાર તેમણે અચાનક હૉટેલ પર ધાડ પાડી હતી અને સાદા ફ્રિજમાંથી મળેલી ભારત બાયોટેકની કોવેક્સિન સીલ કરવામાં આવી છે.

હકીકતે એક ખાનગી હૉસ્પિટલ દ્વારા આ કોલ્ડ સ્ટોરેજનો ઉપયોગ કરવામાં આવતો હતો. મેયરે હૉટેલની કોલ્ડ સ્ટોરેજ સુવિધા અંગે પણ શંકા વ્યક્ત કરી હતી, જે આ ખાનગી હૉસ્પિટલ દ્વારા ઉપયોગમાં લેવાઈ હતી. આ બાબતે તેમણે મીડિયાને જણાવ્યું હતું કે "ઘણાં BMC સેન્ટરો પાસે નથી ત્યારે કોવેક્સિન ડોઝ તેઓએ કેવી રીતે મેળવ્યો? મને ડોઝ મળ્યા, તે સામાન્ય ફ્રિજમાં સંગ્રહિત હતા. આવી રસી લેનાર લોકોને આડઅસર થઈ શકે છે.”

મુંબઈ મહાનગરપાલિકાની જાહેરાત છતાં પરદેશ ભણવા જતા વિદ્યાર્થીઓને રસી ન મળી; અનેક વિદ્યાર્થીઓ રસી લીધા વિના જ પાછા ફર્યા, જાણો વિગત

ઉલ્લેખનીય છે કે હૉટેલના અધિકારીએ મેયરને જણાવ્યું હતું કે તેઓ રસીકરણ અભિયાન ચલાવતા નથી. ફક્ત સ્ટે પૅકેજ ઑફર કરે છે, કારણ કે ઘણા એવા લોકો છે કે જેઓ શહેરમાં એકલા રહે છે અને વેક્સિન લીધા બાદ તેઓની સંભાળ માટે આ પૅકેજ છે. ત્યાર બાદ મેયરે સ્પષ્ટતા કરી હતી કે હૉટેલ પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નહિ.

Versova Filmmaker Flat Burglary વર્સોવામાં ફિલ્મ નિર્માતાના બંધ ફ્લેટમાંથી ₹૧૭ લાખની ચોરી બે રીઢા તસ્કરો ઝડપાયા, રોલેક્સ ઘડિયાળ સહિત ₹૧૪.૮૪ લાખનો મુદ્દામાલ જપ્ત
Goregaon Bank Locker Theft ગોરેગાંવમાં બેંક લોકરમાંથી ₹૬૬.૨૫ લાખના દાગીનાની ચોરી ડુપ્લિકેટ ચાવી બનાવનાર પૂર્વ કર્મચારી આ રાજ્યમાંથી ઝડપાયો
Malwani Police Heroin Seizure માલવણી પોલીસે ₹૭૮.૯૦ લાખનું હેરોઇન ઝડપ્યું નાલાસોપારાથી ૧૯ વર્ષીય પેડલરની ધરપકડ, તાર ઉત્તરાખંડ સુધી જોડાયા
Andheri Open Drain Garbage Dumping અંધેરીમાં નાળામાં કચરો ઠાલવનાર કોન્ટ્રાક્ટર સામે BMC કડક! ૪૮ કલાકમાં જવાબ નહીં તો કોન્ટ્રાક્ટ રદ થશે..
Exit mobile version