Site icon

ઉત્તર મુંબઈમાં કોરોના ની પરિસ્થિતિ સુધારવા ના સ્થાને બગડી, ગત સપ્તાહ કરતાં કેસ વધી ગયા.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

19 ફેબ્રુઆરી 2021

કોરોના ને કારણે ઉત્તર મુંબઈની બગડેલી પરિસ્થિતિ સુધરવાનું નામ નથી લઈ રહી. એવું લાગી રહ્યું છે કે કોરોના ને કારણે લોકો ને વધુ હેરાન થવું પડશે. બોરીવલી વિસ્તારમાં ગત સપ્તાહે જેટલા કેસ હતા તેમાં 16 જેટલા કેસનો ઉમેરો થઇ ગયો છે. બોરીવલીમાં અત્યારે કુલ 402 એક્ટિવ કેસ છે. મુંબઈ શહેરનો આ સૌથી ખરાબ રેકોર્ડ છે. આ જ રીતે કાંદીવલી વિસ્તાર આખા મુંબઈમાં ત્રીજા ક્રમનો સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર છે. અહીં ગત સપ્તાહે 327 પોઝિટિવ કેસ હતા જ્યારે કે ચાલુ સપ્તાહે તેની સંખ્યા વધીને 341 થઈ ગઈ છે. આ સૂચિમાં ચોથું સ્થાન મલાડ નું છે. ગત સપ્તાહે અહીં 325 પોઝિટિવ કેસ હતા જે વધીને 339 થઈ ગયા છે. 

ગોરેગામમાં પરિસ્થિતિ સુધરી રહી છે અહીં ગત સપ્તાહે 246 પોઝિટિવ કેસ હતા જે હવે ઘટીને 226 થયા છે. આનો અર્થ એ થાય છે કે ગોરેગામમાં નવા કેસ સામે આવ્યા હોવા છતાં ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા વધુ છે.

દર્દીઓ વધવાના મામલે દહીસર સૌથી ખરાબ વિસ્તાર છે.અહીં ગત સપ્તાહે 128 પોઝિટિવ કેસ હતા જે વધીને 171 થઈ ગયા છે. એટલે કે એક સપ્તાહમાં 53 કેસ વધી ગયા છે.

ઉપરના તમામ આંકડાઓ ખૂબ જ ચિંતાજનક છે કેમ કે ગત સપ્તાહે આખા ઉત્તર મુંબઈમાં 1,382 પોઝિટિવ કેસ હતા જેની સંખ્યા આ સપ્તાહે વધીને 1442 થઈ ગઈ છે. જ્યારે કે આખા મુંબઈમાં કુલ પોઝિટિવ કેસ 5531 છે.

હાલ બોરીવલીમાં કુલ 56 બિલ્ડિંગોને સીલ કરવામાં આવી છે. જ્યારે કે ગોરેગામ વિસ્તારમાં કુલ છ ઝૂંપડપટ્ટી અને ચાલીને દુષિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે.

આમ આખા મુંબઈ ની પરિસ્થિતિ સુધારવા ના સ્થાને બગડી ગઈ છે.

Dharavi fire Mumbai: ધારાવીમાં લાગી આગ: બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ, ૫ ટ્રેનોને અસર
Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
Mumbai Local Railway: મુંબઈકરો માટે અગત્યના સમાચાર; રવિવારે રેલવેના ‘આ’ માર્ગો પર રહેશે મેગાબ્લોક
Travis Scott concert: ચોરોની ‘ચાંદી’: રૅપર ટ્રેવિસ સ્કૉટના કૉન્સર્ટમાં ચોરોએ મચાવ્યો હાહાકાર, ૩૬ લોકોના અધધ આટલા લાખના કિંમતી સામાનની ચોરી.
Exit mobile version