ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૪ એપ્રિલ 2021
શનિવાર
મુંબઇ શહેરથી પલાયન સતત ચાલુ છે. શહેરની સ્થિતિ ખરાબ થતા પરપ્રાંતીય લોકો ઝડપભેર પોતાના ઘરે જઈ રહ્યા છે. રેલવે વિભાગ દ્વારા આશરે 502 જેટલી ટ્રેનો દોડાવવામાં આવી હતી જેના થકી કુલ ૧૧ લાખ લોકો પોતાના વતન ચાલી ગયા છે. ઉલ્લેખનીય છે કે આ આંકડો તો માત્ર ટ્રેન નો છે. રોડ ટ્રાન્સપોર્ટ ના માધ્યમથી જનારા લોકોની સંખ્યા ઘણી ઊંચી છે.
એકંદરે એવું કહી શકાય કે મુંબઇ શહેરથી આશરે ૨૦ લાખ લોકો બહાર ચાલી ગયા છે.
કોરોનાના કકડાટ વચ્ચે ગૃહમંત્રી અમીત શાહ પહોંચ્યા અમદાવાદ : કોવિડ હોસ્પિટલનું કર્યું ઉદ્ઘાટન