બોરીવલી પોલીસે મુંબઇમાં બોગસ રસીકરણ મામલે ચોથી એફઆઈઆર નોંધી છે.
ત્રીજી જૂનના બોરીવલીની આદિત્ય કૉલેજમાં આરોપીઓએ બનાવટી રસી શિબિર યોજી કુલ 213 લોકોને રસી આપી હતી.
પાલિકાના આગ્રહને કારણે પોલીસે આદિત્ય કોલેજના સિનિયર એક્ઝિક્યુટિવ અને કૉલેજનું સંચાલન કરતાં ટ્રસ્ટના ઍડમિનિસ્ટ્રેટર સામે ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ પોલીસે પાલિકાને રસી શિબિર વિશે જાણ કરી નહીં હોવા બદલ તેમની સામે ગુનો નોંધાયો છે
આ સિવાય પોલીસે શિવમ હૉસ્પિટલના ત્રણ કર્મચારી સામે પણ ગુનો નોંધ્યો છે.
મોટા સમાચાર : કાંદિવલીની સોસાયટીના રહેવાસીઓને એક્સપાયર થયેલી વેક્સિન મળી હતી?
