ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 01 મે 2021
શનિવાર
હાલ વોટ્સઅપ ઉપર મુંબઈ મહાનગરપાલિકાના ચિન્હ સાથે એક મેસેજ વાયરલ થયો છે. આ મેસેજમાં ગેસ એજન્સી, સ્ટેશનરીની દુકાન, કેમેસ્ટ્રી દુકાન, કરિયાણાની દુકાન, પગરખા ની દુકાન, સામાન્ય દુકાન અને શાકભાજી તેમજ સામાન્ય રિપેરિંગની દુકાન ખોલવા સંદર્ભેના સમયની સુચી આપી છે. આ મેસેજ નીચે પ્રમાણે છે.
મહારાષ્ટ્રમાં દરરોજના કેસ કરતાં સ્વસ્થ થઈને ઘર જનાર દર્દીઓનો આંક વધ્યો, જાણો આજના તાજા આંકડા
જો તમારા મોબાઈલ પર આવો કોઈ પણ પ્રકારનો મેસેજ આવે તો તે મેસેજ ઉપર ભરોસો કરશો નહિ. આ ઉપરાંત તે મેસેજને આગળ ફોરવર્ડ પણ નહીં કરતા.
કોઈ ટીખળખોરોએ ચાય કરીને ખોટો મેસેજ બનાવ્યો અને પ્રસારિત કર્યો છે જેને કારણે સામાન્ય લોકોને હવે તકલીફ પડી રહી છે. આ સંદર્ભે ટૂંક સમયમાં મુંબઇ મહાનગર પાલિકા તરફથી કોઈ કાયદાકીય પગલાં લેવાય તેવી પણ શક્યતા છે.