ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑક્ટોબર, 2021
મંગળવાર
મુંબઈ સહિત દેશમાં કોરોના નિયંત્રણમાં આવી રહ્યો છે. ધીમે ધીમે જનજીવન સામાન્ય બની રહ્યું છે. એ સાથે જ મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનમાં પણ હવે ભીડ વધવા માંડી છે. એથી બહુ જલદી લોકલ ટ્રેન 100 ટકા ક્ષમતા સાથે દોડવાની છે. રેલવે પ્રશાસન બહુ જલદી એની જાહેરાત કરે એવી શક્યતા છે.
સેન્ટ્રલ રેલવેમાં કોરોના અગાઉ લગભગ 45થી 50 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરતા હતા. કોરોના મહામારીમાં આ સંખ્યા ઘટી ગઈ હતી. હવે જોકે ફૂલી વેક્સિનેટેડ લોકોને લોકલ ટ્રેનમાં પ્રવાસની મંજૂરી મળી છે. એથી ધીમે ધીમે સેન્ટ્રલ રેલવેમાં પ્રવાસીઓની ભીડી પણ વધી રહી છે. એની સામે હાલ ટ્રેન ઓછી દોડી રહી છે. તેથી પિક અવર્સમાં ટ્રેનમાં ભીડ થવાથી કોરોના ફેલાવાનું જોખમ વધી શકે છે. એથી સેન્ટ્રલ રેલવેએ 100 ટકા ક્ષમતાએ ટ્રેન દોડાવાની તૈયારી કરી લીધી છે. ફક્ત ઉપરથી ગ્રીન સિગ્નલ મળે એની રાહ જોવાઈ રહી છે. એકાદ-બે દિવસમાં એનો નિર્ણય લેવાઈ જશે તો કદાચ આ ગુરુવારથી પૂર્ણ ક્ષમતાએ ટ્રેન દોડશે.
ગૃહિણીઓની દિવાળી સુધરશે : કાંદાના ભાવ ગગડ્યા, કિલોએ આટલા રૂપિયાનો થયો ઘટાડો; જાણો વિગત
હાલ વેસ્ટર્ન રેલવેમાં 1,367માંથી 1,300 ઉપનગરીય સેવા ચાલુ છે, તો સેન્ટ્રલ રેલવેમાં 1,774માંથી 1,686 સેવા ચાલુ છે. હાલ બંને રેલવેમાં મળીને 40 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યા છે. સ્કૂલ, કૉલેજ પણ ચાલુ થઈ ગઈ છે, એથી ભીડ પણ વધી રહી છે.
સેન્ટ્રલ રેલવે ટ્રેન સર્વિસ પૂર્વવત્ કરવાની છે. એ અગાઉ આ સપ્તાહથી 15 ડબ્બાની લોકલ પણ ફરી ચાલુ કરવાની છે. 15 ડબ્બાની ટ્રેનમાં વધુ પ્રવાસીઓને સમાવવાની ક્ષમતા હોય છે.
