ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ડિસેમ્બર 2021
બુધવાર.
મુંબઈ શહેરમાં માત્ર 24 કલાકની અંદર કોરોનાના નવા નોંધાયેલા કેસની સંખ્યા બમણી થઈ ગઈ છે. ગઈકાલે એટલે કે મંગળવારે કોરોના ના નવા નોંધાયેલા કેસની સંખ્યા 1300 હતી. માત્ર 24 કલાકની અંદર નવા નોંધાયેલા કેસની સંખ્યા 2510 થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે માત્ર એક અઠવાડિયા અગાઉ દૈનિક નવા કેસ માત્ર ૧૦૦ થી 300 જેટલા નોંધાઇ રહયા હતા. સાત દિવસની અંદર નવા કેસની સંખ્યા દસ ગણી વધી ગઈ છે.
આ ઉપરાંત કોરોના ના કેસ બમણા થવાનો દર પણ વધી ગયો છે. માત્ર ચોવીસ કલાક પહેલા 800 દિવસમાં કેસીસ બમણો થવાની શક્યતા હતી. હવે તે દર 600 દિવસ પર આવી ગયો છે. આનો સીધો અને સ્પષ્ટ અર્થ એ થાય છે કે મુંબઈ શહેરમાં પરિસ્થિતિ ઝપાટાભેર બદલાઈ ગઈ છે.
મુંબઇનાં દહીસરમાં ધોળા દિવસે બેંક રોબરી, ગોળીબારમાં એક વ્યક્તિનું મૃત્યુ જાણો વિગત.