ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 14 ડિસેમ્બર 2021
મંગળવાર
ગત દિવસો દરમિયાન મુંબઈ શહેરની હયાત હોટલ માં સેલિબ્રિટી પાર્ટી યોજાઈ હતી. આ પાર્ટીમાં તમામ પ્રકારનાં નીતિ નિયમો ભંગ કરવામાં આવ્યા હતા. પાર્ટી નો વિડીયો વાયરલ થયો જેને કારણે મુંબઈ પોલીસ તેમજ મુંબઈ મહાનગરપાલિકા જાગૃત થઈ છે. હવે આ સંદર્ભે કડક પગલાં લેવામાં આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે. આવનાર દિવસોમાં 31 ડિસેમ્બર ના દિવસે મર્યાદિત રીતે પાર્ટી થાય અથવા કોઈ કાર્યક્રમ ન થાય તેવી તૈયારી મુંબઈ મહાનગરપાલિકા અને મુંબઈ પોલીસ કરી રહી છે.
આમ સેલિબ્રિટીઓને કારણે હોટલ માલિકો અને સામાન્ય નાગરિકોને હાલાકી ભોગવવી પડશે.