Site icon

શું તમે જાણો છો તમારી ટ્રેન મોડી કેમ પડે છે- મધ્ય રેલવેએ 6 મહિનામાં 1706 લોકો સામે ચેઈન પુલિંગના કેસ નોંધી વસુલ્યો અધધ- આટલા લાખ રૂપિયાનો દંડ 

News Continuous Bureau | Mumbai

ભારતીય રેલવેએ મેલ/એક્સપ્રેસ(Indian Railways Mail/Express) તેમજ લોકલ ટ્રેનોમાં(local trains) એલાર્મ ચેઇન પુલિંગ(Alarm chain pulling) (ACP) વિકલ્પ આપ્યો છે. પરંતુ તાજેતરમાં એલાર્મ ચેઇન પુલિંગ (ACP) નો ઉપયોગ બિનજરૂરી કારણોસર થતો જણાયો છે. જેમ કે મુસાફરો મોડા પહોંચે છે અથવા મધ્યવર્તી સ્ટેશનો(Intermediate stations) પર ઊતરવા/બોર્ડિંગ વગેરે જેવા વ્યર્થ કારણોસર એલાર્મ ચેઈન પુલિંગ (ACP) નો ઉપયોગ કરે છે. જોકે ટ્રેનોમાં એલાર્મ ચેઈન પુલિંગ (ACP) નો બિનજરૂરી ઉપયોગ માત્ર તે ચોક્કસ ટ્રેનને જ નહીં પરંતુ તેની પાછળની ટ્રેનોને પણ અસર કરે છે. જેમ કે મેલ/એક્સપ્રેસ અને મુંબઈ વિભાગની  ઉપનગરીય ટ્રેનો(Suburban trains) મોડી દોડે છે અને તેના ટાઈમ ટેબલને(time table) ખલેલ પહોંચાડે છે. તેમજ અન્ય તમામ રેલ મુસાફરોને પણ અસુવિધા થાય છે.

Join Our WhatsApp Community

મધ્ય રેલવે મુંબઈ ડિવિઝન આવી બિનજરૂરી એલાર્મ ચેઈન પુલિંગ (ACP) ઘટનાઓ પર નજીકથી નજર રાખી રહ્યું છે. 1લી એપ્રિલ 2022થી 26મી ઓક્ટોબર 2022 દરમિયાન મધ્ય રેલવેના મુંબઈ વિભાગમાં બિનજરૂરી એલાર્મ ચેઈન પુલિંગ (ACP)ના 1 હજાર 706 કેસ નોંધાયા છે. એમાંથી લગભગ 1,169 મુસાફરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને તેમની પાસેથી 5.85 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. આથી રેલવેએ મુસાફરોને બિનજરૂરી કારણોસર એલાર્મ ચેઈન પુલિંગનો ઉપયોગ ન કરવા વિનંતી કરી છે. કારણ કે તેનાથી અન્ય લોકોને પણ અસુવિધા થાય છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈ શહેરના આ વિસ્તારમાં સવાર સવારમાં ફાટી નીકળી ભીષણ આગ- ફાયર બ્રિગેડની બે ચાર નહીં પણ 8 ગાડીઓ પહોંચી ઘટના સ્થળે- જુઓ વિડીયો 

મહત્વનું છે કે અયોગ્ય કારણસર સાંકળ ખેંચનાર પ્રવાસીને રેલવે કાયદા(Railway Act),1989ની કલમ 141 હેઠળ ત્રણ મહિનાનો કારાવાસ કે એક હજાર રુપિયા સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે. એટલે જ ભારતીય રેલવે મુસાફરોને સલાહ આપે છે કે તેઓ તેમની ટ્રેન ઉપડવાના ઓછામાં ઓછા 

Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Amit Satam: અમિત સાટમનો ખુલાસો: વિવાદાસ્પદ ‘ખાન’ નિવેદન પર સ્પષ્ટતા, વિપક્ષ પર સાધ્યું નિશાન .
Exit mobile version