ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 05 માર્ચ 2022
શનિવાર
મધ્ય રેલવેએ મુસાફરોને વધારાની ટ્રેન કે વિશેષ સેવા આપ્યા વિના જ રૂ. 20.88 કરોડની કમાણી કરી છે.
મધ્ય રેલવેએ એપ્રિલ 2021 થી ફેબ્રુઆરી 2022 ના સમયગાળા દરમિયાન, ટિકિટ વિના મુસાફરી કરતા મુસાફરો પાસેથી દંડ તરીકે રૂ. 20.88 કરોડની કમાણી કરી છે.
આ દરમિયાન 31.10 લાખ મુસાફરોને રેલવે ટિકિટ વિના મુસાફરી કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.
સાથે જ સેન્ટ્રલ રેલવેની વિશેષ ટીમે 52,765 લોકો પાસેથી કોરોના નિયમોનું પાલન ન કરવા બદલ 84 લાખનો દંડ વસૂલ કર્યો છે.
મુસાફરોને અસુવિધા ટાળવા અને સન્માન સાથે મુસાફરી કરવા માટે, મધ્ય રેલવેએ મુસાફરોને યોગ્ય અને માન્ય ટ્રેન ટિકિટ સાથે મુસાફરી કરવાની અપીલ કરી છે.