Site icon News Continuous Bureau

મુંબઈ ક્રાઈમ બ્રાંચની મોટી કાર્યવાહી- અંડરવર્લ્ડ ડોન દાઉદના ડી ગેંગ સાથે જોડાયેલા એક સાથે આટલા લોકોને કર્યા જેલભેગા 

News Continuous Bureau | Mumbai

મુંબઈ ક્રાઈમ બ્રાંચે(Mumbai Crime Branch) આજે ફરી એક વખત ખંડણી કેસમાં(extortion cases) મોટી કાર્યવાહી કરી છે. ક્રાઈમ બ્રાંચની એન્ટી એક્સટોર્શન સેલે(Anti-extortion cell) અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની(underworld don Dawood Ibrahim) ડી કંપની (D Company) સાથે જોડાયેલા પાંચ લોકોની ધરપકડ કરી છે.

Join Our WhatsApp Community

પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તાજેતરમાં ગેંગસ્ટર છોટા શકીલ(Gangster Chhota Shakeel) અને સાળા સલીમ કુરેશી ઉર્ફે સલીમ(Brother-in-law Salim Qureshi/Salim) ફળ અને રિયાઝ ભાટીની ખંડણીના કેસમાં ધરપકડ કરી હતી. આ પછી આ જ કેસમાં વધુ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

આ સમાચાર પણ વાંચો : મોટી દુર્ઘટના- બાંદ્રામાં સ્કાય વોક નો એક ભાગ ઝૂંપડપટી પર તૂટી પડ્યો- જુઓ વિડીયો

ઉલ્લેખનીય છે કે રિયાઝ ભાટી અને સલીમ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ એક વેપારીએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જે બાદ આ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દાઉદના બંને સાગરિતોએ બિઝનેસમેન પાસેથી રોલ રોયસ કાર માંગી હતી. તે જ સમયે પૂછપરછ દરમિયાન મુંબઈ પોલીસને દાઉદના અન્ય સભ્યો ખંડણીના કેસ સાથે સંબંધિત હોવાની માહિતી મળી. હાલ ધરપકડ કરાયેલા પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાના છે.

Milk Adulteration Racket: મલાડમાં બ્રાન્ડેડ પેકેટમાં ભેળસેળયુક્ત દૂધનું રેકેટ ઝડપાયું, ૪૭૩ લિટર જથ્થો જપ્ત
Digital Arrest Fraud:મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે વિધવા મહિલાની ₹60 લાખની લૂંટ: ઠગો ઘરે આવીને રોકડા લઈ ગયા, પોલીસ પણ સ્તબ્ધ
Kerala Murder: કેરળનો ખતરનાક હત્યારો મુંબઈમાં ભંગાર વીણનારો બનીને છુપાયો, CSMT પરથી RPF એ ફિલ્મી ઢબે દબોચી લીધો
BKC Incident:BKC માં ‘Simba Uproar’ ઇવેન્ટમાં સનસનાટી: MBA વિદ્યાર્થી પર છરી વડે જીવલેણ હુમલો, હજારોની મેદની વચ્ચે સુરક્ષામાં મોટી ખામી!
Exit mobile version