Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Cyber Fraud News। બાંદ્રામાં મહિલા પોલીસ અધિકારી સાથે ઓનલાઇન ઠગાઈ; એક PDF ફાઈલ ખોલતા જ બેંક ખાતામાંથી ૪૫ હજાર ગાયબ

Mumbai Cyber Fraud News। મહાનગર ગેસ કનેક્શનના બહાને SIDના મહિલા અધિકારીને બનાવાયા નિશાન; વોટ્સએપ પર આવેલી ફાઈલમાં વિગતો ભરતા જ મિનિટોમાં ખાતું સાફ.

Mumbai Cyber Fraud News। બાંદ્રામાં મહિલા પોલીસ અધિકારી સાથે ઓનલાઇન ઠગાઈ; એક PDF ફાઈલ ખોલતા જ બેંક ખાતામાંથી ૪૫ હજાર ગાયબ

Mumbai Cyber Fraud News। બાંદ્રામાં મહિલા પોલીસ અધિકારી સાથે ઓનલાઇન ઠગાઈ; એક PDF ફાઈલ ખોલતા જ બેંક ખાતામાંથી ૪૫ હજાર ગાયબ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Mumbai Cyber Fraud News। મુંબઈમાં સાયબર ગુનેગારો હવે સામાન્ય નાગરિકોની સાથે સુરક્ષા એજન્સીઓના અધિકારીઓને પણ પોતાનો શિકાર બનાવી રહ્યા છે. બાંદ્રામાં રહેતી અને રાજ્ય ગુપ્તચર વિભાગ (SID) માં કાર્યરત એક મહિલા આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર સાથે મહાનગર ગેસ કનેક્શનના બહાને ₹૪૫,૦૦૦ની ઓનલાઇન ઠગાઈ થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બાંદ્રા પોલીસે આ મામલે અજાણ્યા શખ્સ વિરુદ્ધ એફઆઈઆર (FIR) નોંધી તપાસ હાથ ધરી છે.

ગેસ કંપનીના પ્રતિનિધિ બનીને કર્યો ફોન

ફરિયાદી મહિલા અધિકારીને એક અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો, જેણે પોતાની ઓળખ ગેસ કંપનીના પ્રતિનિધિ તરીકે આપી હતી. ફોન કરનારે જણાવ્યું હતું કે, તમારું મહાનગર ગેસ પાઈપલાઈન કનેક્શન મંજૂર થઈ ગયું છે અને કનેક્શન આઈડી જનરેટ કરવા માટે એક પીડીએફ (PDF) ફાઈલ મોકલવામાં આવી છે, જેમાં વિગતો ભરવી પડશે. આ વાતોમાં આવીને મહિલા અધિકારીએ વોટ્સએપ પર આવેલી લિંક અથવા ફાઈલ ડાઉનલોડ કરી હતી.

વિગતો અપલોડ કરતા જ બે ટ્રાન્ઝેક્શનમાં પૈસા ઉપડ્યા

મહિલા અધિકારીએ તે નકલી ફાઈલ ખોલી તેમાં પોતાની વ્યક્તિગત માહિતી અને બેંક એકાઉન્ટની વિગતો ભરી હતી. આ માહિતી સબમિટ કર્યાના ગણતરીના સમયમાં જ તેમના બેંક ખાતામાંથી બે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ₹૪૫,૦૦૦ કપાઈ ગયા હતા. છેતરપિંડીનો અહેસાસ થતા તેમણે તે નંબર પર વળતો ફોન કર્યો હતો, પરંતુ આરોપીએ મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો.

બાંદ્રા પોલીસ અને સાયબર સેલ દ્વારા તપાસ

મહિલા અધિકારીની ફરિયાદના આધારે બાંદ્રા પોલીસે આઈટી એક્ટ (IT Act) ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે જે બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા છે તેની વિગતો એકત્રિત કરી છે. સાયબર એક્સપર્ટ્સની મદદથી ટેકનિકલ લોકેશન અને કોલ ડિટેલ્સ દ્વારા આરોપી સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ અજાણી ફાઈલ કે લિંક પર પોતાની બેંકિંગ વિગતો શેર ન કરવી.

👉 આ સમાચાર વાચો:
Peddar Road Car Accident। પેડર રોડ પર હચમચાવનારી ઘટના ઈમારતના પાર્કિંગમાંથી કાર નીચે ખાબકી, સદનસીબે જાનહાનિ ટળી

Mumbai Ketamine Drug Bust ડ્રગ સ્મગલિંગનો ચોંકાવનારો કીમિયો, ખાણીપીણીની સામગ્રીમાં ૩૭ કરોડનું કેટામીન છુપાવ્યું, તપાસ એજન્સીએ રંગેહાથ દબોચ્યા
Andheri Road Accident અંધેરીમાં પેટ્રોલ ટેન્કરે સ્કૂટરને ટક્કર મારતાં પરિણીતાનું કરુણ મોત, ચાલક સામે ગુનો દાખલ
Airoli Station Ticket Checking ઐરોલી સ્ટેશને રેલવેની ‘સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગ’ વગર ટિકિટના ૨૬૬ પ્રવાસીઓ પાસેથી ₹૧.૦૭ લાખનો દંડ વસૂલાયો
Dead Rat Mysore Masala Dosa મુંબઈના બોરીવલીમાં રેસ્ટોરન્ટના મૈસૂર મસાલા ઢોસામાંથી નીકળ્યો મરેલો ઉંદર ગ્રાહકે નોંધાવી પોલીસ ફરિયાદ, મચ્યો હોબાળો!
Exit mobile version