Site icon News Continuous Bureau | Mumbai

વાહ! મુંબઈના નવા મેટ્રો સ્ટેશનનની બહાર પ્રવાસીઓને મળશે હવે આ સુવિધા; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

ગુડી પડવાના નવા વર્ષના શુભ દિવસે મુંબઈગરા માટે વધુ બે નવી મેટ્રો રેલ ચાલુ થઈ છે. દહિસર-કાંદીવલી-ગોરેગામ વચ્ચે ચાલુ થયેલી આ મેટ્રો સાથે જ તેમાં પ્રવાસ કરનારાઓ માટે સાયકલની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

MMRDA દ્વાર મુંબઈ મેટ્રોના રેલવે સ્ટેશન બહાર MYBYK આ ઍપના માધ્યમથી આ સુવિધા ઉપલબ્ધ થશે. મેટ્રો રેલમાંથી બહાર નીકળ્યા બાદ લોકોને તેમના ઘરે અથવા ઓફિસ જવા માટે બસ અથવા ઓટો રિક્ષાની લાઈનમાં ઊભા રહેવું પડે નહીં તે માટે આ સેવા ચાલુ કરવામાં આવી છે. તેનાથી પ્રવાસીઓના સમયની પણ બચત થશે.

આ સમાચાર પણ વાંચો : આર્યન ખાન સંબંધિત ક્રૂઝ ડ્રગ્સ કેસમાં મુખ્ય સાક્ષી પ્રભાકર સેલના મોતની થશે તપાસ. ગૃહપ્રધાન દિલીપ વાલસે પાટીલે આ અધિકારીને આપ્યા આદેશ; જાણો વિગતે

સાયકલની સુવિધા મેળવવા માટે પ્રવાસીઓએ MYBYK આ ઍપ ડાઉનલોડ કરવી પડશે. તેના દ્વારા જ સાયકલનું લોક ખોલી શકાશે અને લોક ખુલતાની સાથે જ સાયકલનું ભાડું ચાલુ થશે. સાયકલનું ભાડું પણ અત્યંત ઓછું છે.

પ્રતિ કલાકે બે રૂપિયા હશે. જેટલો સમય સંબંધિત વ્યક્તિ પાસે સાયકલ હશે તેટલું ભાડું તેની પાસેથી લેવાશે. આ સાયકલ મેટ્રો સ્ટેશન નીચે પાર્ક કરી શકાશે.

Mumbai Water Cut 20 Percent Update મુંબઈકરો પર વધશે પાણી કાપનો બોજ? જળભંડાર 79 ટકા થતા 10 ટકાથી વધારીને 20 ટકા પાણી કાપ કરવાની ચર્ચા તેજ
BMC Bulk Waste Charge મુંબઈની મોટી સોસાયટીઓમાં કચરા પર નવો ચાર્જ? પ્રતિ ઘર મહિને ₹235 લાગુ થવાની શક્યતા, રહેવાસીઓમાં ચર્ચા
WEH Dangerous Bike Stunts વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર જીવલેણ સ્ટંટબાજી એરપોર્ટ નજીક ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડ્યા
Andheri Local Train Knife Attack મુંબઈમાં ચાલુ લોકલમાં બે પ્રવાસીઓના ઝઘડામાં નિર્દોષ પ્રવાસી ઘાયલ છાતીમાં વાગ્યો ફેંકાયેલો ચપ્પુ
Exit mobile version