Site icon

તમિલનાડૂમાં આજે ત્રાટકશે ‘મૈંડૂસ’ ચક્રવાત, મહારાષ્ટ્રમાં થશે તેની અસર.. મુંબઈ સહિત આ ભાગોમાં પડશે કમોસમી વરસાદ.. 

Cyclone Mocha will bring strong thunderstorms, many states on high alert, NDRF on standby

આજે તબાહી મચાવી શકે છે ચક્રવાત મોકા, આ રાજ્યોમાં ભારે પવન અને વરસાદની શક્યતા, તૈનાત કરાઈ NDRFની ટીમો

News Continuous Bureau | Mumbai

બંગાળની ખાડીમાં ચક્રવાત ‘મૈંડૂસ’ બન્યુ છે. આ વાવાઝોડું આજે (9 ડિસેમ્બર) ચેન્નાઈના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. જેના કારણે તમિલનાડુના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં આ વાવાઝોડું ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. આ ખતરાને ઓળખીને તમિલનાડુ સરકાર સતર્ક થઈ ગઈ છે. ચક્રવાતને પગલે NDRF અને SDRFના 400 જવાનોની 12 ટીમો તૈનાત કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

દરમિયાન આ ચક્રવાતથી દક્ષિણના રાજ્યો વધુ પ્રભાવિત થવાની આશંકા છે. આ દરમિયાન પવનની ઝડપ 65 કિમી પ્રતિ કલાકથી 85 કિમી પ્રતિ કલાક રહેવાની ધારણા છે. મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં પણ કમોસમી વરસાદ થવાની સંભાવના છે. મુંબઈમાં આવતા સપ્તાહની શરૂઆતમાં હળવા વરસાદની શક્યતા છે. 12 ડિસેમ્બરે મુંબઈના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. ચક્રવાતની સ્થિતિને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો: હિમાચલ પ્રદેશમાં કમળ કરમાયું, કોંગ્રેસે બહુમતીનો આંકડો કર્યો પાર.. તેમ છતાં પાર્ટીએ વિજેતા ઉમેદરવારને કર્યા નજરકેદ… જાણો શું છે કારણ..

12 થી 15 ડિસેમ્બર સુધી વરસાદની આગાહી

ચક્રવાત ‘મૈંડૂસ’ ના કારણે મહારાષ્ટ્રમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 12, 13, 14 અને 15 ડિસેમ્બરે વરસાદની આગાહી કરી છે. મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. કોંકણ અને વિદર્ભની સાથે મુંબઈ, પુણે, મરાઠવાડામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Mumbai Crime Branch:વિક્રોલીમાં ક્રાઈમ બ્રાન્ચનો મોટો દરોડો: ભાડાની રૂમમાં છુપાવેલું ₹2.03 કરોડનું ચરસ જપ્ત, બે ડ્રગ્સ પેડલરની ધરપકડ.
Cyber Fraud:બોમ્બે હાઈકોર્ટના જજ સાયબર ઠગાઈનો શિકાર: ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટ્સના નામે ₹6 લાખની છેતરપિંડી
Gas Cylinder Theft in Kandivali:કાંદિવલીમાં તસ્કરોનો આતંક: ટેમ્પોના લોક તોડી ૨૭ ગેસ સિલિન્ડરની ચોરી, ચારકોપ પોલીસ દ્વારા તપાસ તેજ.
Massive fire in Andheri:અંધેરીમાં ભીષણ આગ: મહાકાલી કાવ્ઝ રોડ પર આવેલી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં લાગી આગ, આકાશમાં જોવા મળ્યા ધુમાડાના કાળા ગોટા.
Exit mobile version