Site icon

ભારે વરસાદ અને પ્લાસ્ટિકના ફૂલોનો લાગ્યો અસલી ફૂલોને ફટકો- નવરાત્રીમાં જાણો શું છે દાદર ફૂલની બજારના હાલ

News Continuous Bureau | Mumbai

આજથી નવરાત્રોત્સવનો(Navratri festival) આરંભ થઈ રહ્યો છે. આજે નવરાત્રીનો પહેલો દિવસ છે ત્યારે મુંબઈના દાદર ફ્લાવર માર્કેટમાં(Dadar Flower Market) ઘટસ્થાપનાને કારણે ગ્રાહકોની ભીડ જામી છે. પરંતુ રાજ્યમાં ભારે વરસાદની(heavy rain) ફૂલ બજાર પર મોટી અસર જોવા મળી રહી છે. ઓછું હોય તેમ પ્લાસ્ટિકના ફૂલોએ(Plastic flowers) પણ અસલી ફૂલોની ડીમાન્ડને જબરી અસર પહોંચાડી છે.

Join Our WhatsApp Community

કોરોના મહામારીના(Corona epidemic) બે વર્ષ બાદ આ વખતે નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. તેથી બજારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભીડ પણ છે, પરંતુ ફૂલોના માલની આવકમાં ભારે ઘટાડો થયો છે. જે ફૂલો આવી રહ્યા છે તે ભીના હોવાથી વેપારીઓ (merchants) પરેશાન છે. ગ્રાહકો છે, પરંતુ માલ સારી ક્વોલિટીનો નથી.

આ સમાચાર પણ વાંચો : રવિવારે બહાર ફરવા જવાના છો- તો વાંચો આ સમાચાર – રેલવેએ આ લાઈન પર રાખ્યો છે પાંચ કલાકનો મેગા બ્લોક

બીજી તરફ બજારમાં ફૂલોના ભાવમાં પણ ખાસ મોટો વધારો જણાતો નથી. ફૂલોના દર પણ સામાન્ય છે. ગલગોટા 50 થી 80 રૂપિયા પ્રતિ કિલો, અષ્ટર 80 રૂપિયા પ્રતિ કિલો, જાસવંતી શેવંતી 60 થી 120 રૂપિયા પ્રતિ કિલો, ગુલ:ડી 240 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. આજે બજારમાં વેણીની વધુ માંગ છે તે બજારમાં 160 થી 200 રૂપિયા પ્રતિ ડઝનના ભાવે છે.

રાજ્યના અનેક જિલ્લામાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે, તેથી તેની અસર ફૂલોને પણ થઈ છે. ભીનો માલ બજારમાં આવતો હોવાથી, સૂકા ફૂલોની સરખામણીમાં ફૂલોના અપેક્ષિત ભાવ મળતા નથી. તદુપરાંત, બજારમાં પ્લાસ્ટિકના ફૂલોને પણ અસર થઈ હોવાનું વેપારીઓનું કહેવું છે.
 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version