Site icon

સારા સમાચાર.. જલ્દી પટરી પર દોડશે દહિસર-અંધેરી મેટ્રો, હવે બસ ‘આ’ પ્રમાણપત્રની જોવાઈ રહી છે રાહ 

 News Continuous Bureau | Mumbai

મેટ્રો 2A અને મેટ્રો 7 મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (Mumbai Metropolitan Region Development Authority) વતી બનાવવામાં આવી છે અને મેટ્રો આ બે મેટ્રો લાઈનોમાંથી અડધા ભાગમાં ચાલી રહી છે. આ સાથે મેટ્રો લાઇનનું બાકીનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે અને આ લાઇન પર મેટ્રોનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું છે. હવે આ રૂટ પર મેટ્રો શરૂ કરવા માટે માત્ર એક જ પ્રમાણપત્રની રાહ જોવાઈ રહી છે અને તે છે પ્રમાણપત્ર છે કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી(Commissioner of Metro Rail Safety).

Join Our WhatsApp Community

મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીએ (MMRDA) આશા વ્યક્ત કરી છે કે મેટ્રો શરૂ કરવા માટે કમિશન ઑફ મેટ્રો રેલ સેફ્ટી સર્ટિફિકેટ (Commissioner of Metro Rail Safety) મળ્યા બાદ ડિસેમ્બરના મધ્ય સુધીમાં મેટ્રો રેલ બાકીના રૂટ પર દોડવાનું શરૂ કરશે.

આ સમાચાર પણ વાંચો: …તો ફ્યુચરમાં આવા હશે મોબાઈલ ફોન? સ્ટ્રેચિંગથી સ્ક્રીન થશે મોટી, LGએ ટેક્નોલોજી બતાવી

મેટ્રો સેવા સૌ પ્રથમ વર્સોવા અંધેરી ઘાટકોપર રૂટ પર શરૂ કરવામાં આવી હતી. લગભગ 8 વર્ષ બાદ આ બંને રૂટના અવસરે મેટ્રો ફરી એકવાર નવા રૂટ પર દોડી રહી છે. મેટ્રો 7 દહિસર પૂર્વથી અંધેરી પૂર્વ સુધી છે અને મેટ્રો 6 સ્વામી સમર્થ નગરથી વિક્રોલી સુધી છે. જયારે કે મેટ્રો 7 16.5 કિમી લાંબી છે, જેના રૂટ પર 13 સ્ટેશન છે. મેટ્રો 2A એ 16.8 કિમીનો વિસ્તાર છે. આ રૂટ પર 17 સ્ટેશન છે. આ રૂટ ઘાટકોપર અંધેરી-વર્સોવા રૂટને જોડશે. 

Fake Police Robbery Powai: મુંબઈમાં ‘નકલી પોલીસ’નો ખતરનાક ખેલ: ફોન પર ‘ACP’ સાથે વાત કરવાનું નાટક કરી ₹૬.૫ લાખના ડોલર લૂંટી લીધા
Colaba YouTube Journalist Beaten: કોલાબામાં ખંડણીખોર ‘યુટ્યુબ પત્રકાર’ પર ભીડનો કહેર: હોટલ માલિક પાસે પૈસા માંગતા લોકોએ નિર્વસ્ત્ર કરી જાહેરમાં ફટકાર્યો
Reels Mania in Mumbai Locals: મુંબઈ લોકલ અને બાંદ્રા સ્ટેશન પર ‘રીલ’ની ઘેલછામાં મર્યાદા વટાવી: એટેન્શન મેળવવા નિર્દોષ યુવકને જાહેરમાં માર માર્યો અને ટ્રેનમાં કરી છેડતી
Record-Breaking Achievement: મુંબઈ રેલ્વેના નિષ્ઠાવાન TTE ની કમાલ: એક જ વર્ષમાં ૧૧ હજારથી વધુ મુસાફરો પાસેથી ₹૧ કરોડથી વધુનો દંડ વસૂલ્યો
Exit mobile version