News Continuous Bureau | Mumbai
'ધ કાશ્મીર ફાઇલ્સ' ની ટિકિટ બતાવીને દૂધ પર ડિસ્કાઉન્ટ ઓફર કરનાર ડેરીના માલિક અનિલ શર્માને ધમકીભર્યા ફોન આવી રહ્યા છે. અનિલ શર્માએ 'ધ કાશ્મીર ફાઇલ્સ' જોનારા દર્શકો ફિલ્મની ટિકિટ બતાવે તો દૂધ પર 10 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું હતું. જો કે છેલ્લા બે દિવસથી તેઓને આ બાબતે ધમકીભર્યા ફોન આવી રહ્યા છે. અનિલ શર્માએ આ બાબતે ઘાટકોપરના પંતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે પંતનગર પોલીસે એનસી નોંધી વધુ તપાસ કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : અરે વાહ! મુંબઈમાં ડ્રાઈવર વગર દોડશે મેટ્રો રેલ, ગુડી પડવાથી આ બે મેટ્રો રેલ મુંબઈગરાની સેવામાં; જાણો વિગતે
ઘાટકોપર (ઈસ્ટ)માં આવેલી મુંબઈ દૂધસાગર ડેરીના માલિક અનિલ શર્માએ તેમની ડેરીની દુકાનની બહાર એક બેનર પર લખ્યું હતું કે જેણે પણ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' જોઈ અને ટિકિટ બતાવી તેને ગાયના દૂધ પર 20 ટકા ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે 44 રૂપિયા પ્રતિ લિટર દૂધ 35 રૂપિયા પ્રતિ લિટર મળશે.
અનિલ શર્માના દાવા મુજબ 'ધ કાશ્મીર ફાઇલ્સ' માટે આવી છૂટ આપવા પાછળ તેનો હેતુ વધુને વધુ લોકો એ ફિલ્મ જુવે એ હતો. જો કે હવે આ જ કારણ છે કે તેને ધમકીભર્યા ફોન કોલ આવી રહ્યા છે.