ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ મે ૨૦૨૧
શનિવાર
મુંબઈ મહાનગરપાલિકા ૧૮થી ૪૪ વર્ષના વયજૂથની વચ્ચે રહેલા લોકોને બે મહિના પછી વેક્સિન આપવાનું શરૂ કરે એવી શક્યતા વર્તાઈ રહી છે. હાલ માત્ર 44 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. હંગામી ધોરણે 18થી 44 વયજૂથના લોકોની વેક્સિન બંધ કરવામાં આવી છે.
મુંબઈ મહાનગરપાલિકાનું માનવું છે કે મહારાષ્ટ્ર સરકાર પાસે કે મુંબઈ મહાનગરપાલિકા પાસે આજની તારીખમાં પૂરતી સંખ્યામાં વેક્સિન ઉપલબ્ધ નથી. એટલું જ નહીં જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં હતાં એ ટેન્ડરને પણ એવો કોઈ જ પ્રતિસાદ મળ્યો નથી.
આથી આગામી એક મહિના સુધી યુવાઓને વેક્સિન વગર પોતાની જાતને સંભાળવી પડશે.
