Site icon

મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી- ડોન દાઉદ ઈબ્રાહિમના આ નજીકના સાથીદારની અંધેરીમાંથી કરી ધરપકડ- આજે કોર્ટમાં કરશે રજૂ

News Continuous Bureau | Mumbai

અંડરવર્લ્ડ ડોન(Underworld don) દાઉદ ઈબ્રાહિમ(Dawood Ibrahim)ના ખાસ ગેંગસ્ટર રિયાઝ ભાટી(Gangster Riyaz Bhati)ની મુંબઈ પોલીસ(Mumbai Police)ના એન્ટી એક્સટોર્શન સેલ(AEC) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ પોલીસે તેની મુંબઈના અંધેરી(Andheri) વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 

Join Our WhatsApp Community

મીડિયા અહેવાલ અનુસાર, રિયાઝ ભાટી અને છોટા શકીલ(Chota Shakeel)ના સંબંધી સલીમ ફ્રુટે અંધેરીમાં એક વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપીને એક મોંઘી કાર અને 7 લાખ રૂપિયાથી વધુની ઉચાપત કરી હતી. આ પછી વેપારીએ વર્સોવા પોલીસ સ્ટેશન(Versova Police station)માં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ(Mumbai crime Branch)ના એન્ટી એક્સટોર્શન સેલને બાતમી મળી હતી કે રિયાઝ ભાટી અંધેરી વિસ્તારમાં એક જગ્યાએ આવી રહ્યો છે. જે બાદ છટકું બનાવીને તેની ધરપકડ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં મધરાતે NIA અને ATSની છાપામારી – આ જિલ્લાઓમાંથી PFI કાર્યકરોને લીધા અટકાયતમાં

કોણ છે રિયાઝ ભાટી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિયાઝ ભાટી એક કુખ્યાત ગેંગસ્ટર છે, જેને દાઉદ ઈબ્રાહિમ ગેંગ સાથે સીધો સંબંધ હોવાનું માનવામાં આવે છે. ભાટી વિરુદ્ધ ખંડણી, જમીન પડાવી લેવા, છેતરપિંડી, બનાવટી અને ફાયરિંગના અનેક કેસ નોંધાયેલા છે. 2015 અને 2020માં નકલી પાસપોર્ટ દ્વારા કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરીને દેશમાંથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે તેની ધરપકડ કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે રિયાઝ ભાટી ગયા વર્ષે જુલાઈમાં ગોરેગાંવમાં નોંધાયેલા કેસમાં પરમબીર સિંહ અને સચિન વાજે(Sachin Vaze)નો સહ-આરોપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રિયાઝ ભાટી વાજેના કહેવા પર બાર અને રેસ્ટોરન્ટમાંથી પૈસા પડાવતો હતો. આ કેસમાં તેના આગોતરા જામીન ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કોર્ટે રદ કર્યા હતા, ત્યારથી તે ફરાર હતો.

આ સમાચાર પણ વાંચો  : તિરુપતિ મંદિરે જાહેર કરી તેની સંપત્તિની વિગતો- શું સાચે જ તિરુપતિ મંદિરની અધધ-આટલા કરોડની સંપત્તિ છે- આંકડો જાણી સૌ ચોક્યા

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version