Site icon

મુંબઈ પ્રોપર્ટી માર્કેટ માટે 2020 નું વર્ષ ખૂબ સફળ રહ્યું… ડિસેમ્બરમાં સર્જ્યો આ ઇતિહાસ… . 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ

Join Our WhatsApp Community

01જાન્યુઆરી 2021

રોગચાળાને કારણે સ્થાવર મિલકત ઉદ્યોગમાં મંદી સર્જાઈ હતી, ખાસ કરીને ઘણા મજૂરો તેમના વતન પાછા ફર્યા હતા. તેને કારણે બાંધકામ ઠપ્પ થઈ ગયું હતું. જો કે, નીચા હોમ લોન અને બિલ્ડરો દ્વારા અપાતા શ્રેણીબદ્ધ ડિસ્કાઉન્ટ ઓફરને કારણે વેચાણ વધી રહ્યું છે. સૌથી મોટો ફાયદો  સરકારે સ્ટેમ્પ ડ્યુટી કાપી તેને લીધે થયો.

મુંબઈની સ્થાવર મિલકત ઉદ્યોગની વાત કરવામાં આવે ત્યારે ડિસેમ્બર મહિનાએ ઇતિહાસ રચ્યો છે એમ કહી શકાય. 31, ડિસેમ્બરના ના દિવસે મુંબઇના વેચાણનો આંક 19,584 રહ્યો હતો. જો કે, વર્ષ 2019 ની તુલનામાં વર્ષ 2020 નો  વેચાણનો આંકડો ફક્ત 2200 ઘરો થી દુર રહ્યો. 

સમગ્ર વર્ષ 2019 માં, કુલ 67,836 એકમો વેચાયા હતા, જ્યારે વર્ષ 2020 માં આ આંકડો 65,636 ને પાર કરી શકયો છે. જ્યારે જાન્યુઆરી 2019 માં કુલ સ્ટેમ્પ ડ્યૂટીથી 680 કરોડ રૂ. ની આવક થઈ હતી. તો 556.50 કરોડ એક મહિનામાં એકત્રિત કર્યા હતા.

નોંધનીય છે કે, સપ્ટેમ્બર 2020 થી સ્ટેમ્પ ડ્યુટીના દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે 26 ઓગસ્ટે આખા રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી દર ઘટાડવાની જાહેરાત કરી હતી. 1 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર સુધીમાં, આ દરમાં 3% ઘટાડો કરવામાં આવ્યો હતો. તેમજ બેંક લોન સસ્તી થતા જે ખરેખર ઘર ખરીદનારા હતા તેમને ઘર ખરીદયા હતાં.

Ocean Gold Konkan Offshore Sailing Race: ઓશન ગોલ્ડ કોંકણ ઓફશોર સેલિંગ નૌકા સ્પર્ધા : ગેટવે ઓફ ઇન્ડિયાથી ગોવા સુધીની 222 નોટિકલ માઇલની રોમાંચક રેસ!
Mumbai: મુંબઈમાં ભાષા વિવાદ ચરમસીમા પર, ગુજરાતી શખ્સે મરાઠી બોલવાની ના પાડી, સોશિયલ મીડિયા પર ગરમાવો!
Mumbai Local: બદલાશે મુંબઈ લોકલનો ચહેરો: સ્વયંસંચાલિત દરવાજાવાળી નોન-એસી ટ્રેન દોડાવવા કેન્દ્ર સરકારની તૈયારી
Mumbai: મુંબઈ મનપા ચૂંટણી પહેલા મોટો ફેરફાર: માલાડ-કુર્લામાં ૫૦% વોર્ડનો વધારો, શહેરમાં કુલ ૧૨.૬૭% નો વધારો!
Exit mobile version